Kandukur Stampede: નેલ્લોર જિલ્લાના કંદુકુર ખાતે બુધવારે (28 ડિસેમ્બર) ના રોજ TDP વડા અને આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુના રોડ શો દરમિયાન નાસભાગમાં 7 થી વધુ લોકોના મોત થયા હતા. આ દરમિયાન અનેક લોકો ઘાયલ પણ થયા છે.






ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ચંદ્રબાબુ નાયડુ તેમના પક્ષના પ્રચારના ભાગરૂપે જિલ્લાની મુલાકાતે હતા અને તેમના સ્વાગત માટે હજારો સમર્થકો કંદુકુર ખાતે એકઠા થયા હતા.ઘટના બાદ ચંદ્રબાબુ નાયડુ રોડ શો અધવચ્ચે છોડીને હોસ્પિટલ ગયા જ્યાં ઘાયલોને દાખલ કરવામાં આવ્યા છે. તેમણે અકસ્માતમાં જીવ ગુમાવનારાઓના પરિવારજનોને 10 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી હતી.






TDP નેતા એન ચંદ્રબાબુ નાયડુ દ્વારા આજે નેલ્લોર જિલ્લાના કંદુકુર ખાતે આયોજિત જાહેર સભા દરમિયાન થયેલી ભાગદોડ બાદ સાત TDP કાર્યકરોના મોત થયા હતા. પોલીસે જણાવ્યું હતું કે આ ઘટનામાં 7 લોકોએ જીવ ગુમાવ્યા હતા. જ્યારે ઘટનામાં ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.


બીજેપી નેતા કે વિષ્ણુ વર્ધન રેડ્ડીએ આ ઘટના પર ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે લખ્યું હતું કે આંધ્ર પ્રદેશના કંદુકુરમાં TDP રેલીમાં નાસભાગમાં 7 થી વધુ લોકોના મોત થયા અને ઘણા ઘાયલ થયા. હું રાજ્ય સરકારને વહેલી તકે કટોકટી-તબીબી સહાય પ્રદાન કરવા વિનંતી કરું છું. અને પીડિત પરિવાર પ્રત્યે મારી ઊંડી સંવેદના. ઓમ શાંતિ."