તેમણે ટ્વિટ કરી જણાવ્યુ કે આ મહામારીને રોકવા માટે હું 100 કરોડ રૂપિયાની મદદ આપવાની જાહેરાત કરું છુ. આ એ સમય છે જ્યારે દેશને અમારી સૌથી વધુ જરૂર છે. તમામ લોકો હતાશ થઇ રહ્યા છે. ખાસ કરીને દરરોજ કામ કરીને કમાનારા મજૂરોને લઇને હું ચિંતિત છું. અમે અમારી તરફથી મદદનો પ્રયાસ કરીશું.
આ અગાઉ આનંદ મહિન્દ્રાએ ટ્વિટ કરી મદદની જાણકારી આપી હતી. તેમણે લખ્યુ કે, અનેક રિપોર્ટના આધારે માનવામાં આવે છે કોરોના મહામારી ભારતમાં સ્ટેજ-3માં પ્રવેશ કરી ચૂકી છે. અમે અમારા અસોસિયેટ્સને કોરોના સાથે જોડાયેલા ફંડમાં યોગદાન આપવા પ્રેરીત કરીશું. મહિન્દ્રા પોતાની આખી સેલેરી દાન આપશે.