નવી દિલ્લી: સમાજસેવી અન્ના હઝારેએ અરવિંદ કેજરીવાલ સાથે કોઈ સંબંધ ન હોવાનુ જાહેર કર્યુ છે. જો કે કેજરીવાલ હંમેશા અન્ના સાથેના પોતાના સારા સંબંધોની વાત કરે છે. જે કેજરીવાલની દરેક વાત પર અન્ના આંખો બંધ કરીને વિશ્વાસ કરતા, હવ તેની જ સાથે અન્નાને કોઈ સંબંધ રાખવા નથી.
જ્યારે અન્નાને દિલ્લીમાં કેજરીવાલ સરકાર પર લાગી રહેલા કૌભાંડના આરોપો અને આપ ધારાસભ્યોની ગેરવર્તણૂક અંગે સવાલ પૂછવામાં આવતા અન્નાએ તેનો જવાબ આપવાનું ટાળ્યુ હતું.
સોમવારે મુંબઈમાં અન્ના હઝારે પર બની રહેલી ફિલ્મનું પોસ્ટર લૉંચ થયું હતું.
દિલ્લીના રામલીલા મેદાનમાં જે અન્નાના આંદોલનની તાકાત દેશ અને દુનિયાએ જોઈ તેને ફિલ્મના પડદા પર નિર્દેશક શશાંક ઉધાપુરકર લાવી રહ્યા છે. ફિલ્મમાં અન્નાના આંદોલનમાં મુખ્ય રહેલા અરવિંદ કેજરીવાલની ભૂમિકા હશે કે નહિ તે અંગે અન્નાને પણ ખબર નથી.
પોતાના પર બની રહેલી આ ફિલ્મથી અન્ના ઘણા ખુશ છે. અન્નાને કેજરીવાલ અંગે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યુ કે, મન ખબર નથી ખોટુ શુ છે અને સાચુ શું, પણ છાપામાં વાંચુ છુ ત્યારે મને દુખ થાય છે.