અન્ના હજારેએ વડાપ્રધાન મોદીને ગુરુવારે પત્ર લખીને આરોપ લગાવ્યો છે કે, ચાર વર્ષમાં સરકારે બહાનાબાજી કરી અને લોકપાલની નિયુક્તિ કરી નથી. અન્નાએ લખ્યું કે, લોકપાલ અને લોકાયુક્તની નિયુક્તિ માટે 16 ઓગસ્ટ 2011ના રોજ દેશ આખો રસ્તા પર ઉત્તરી આવ્યો હતો. તમારી સરકાર આ આંદોલનના કારણે સત્તામાં આવી છે.
અન્નાએ આ પહેલા પણ જાહેરાત કરી હતી કે ગાંધી જયંતીના અવસર પર 2જી ઓક્ટોબરથી રાલેગણ સિદ્ધીમાં અનશન કરશે. તેમણે શુક્રવારે સમાચાર એજન્સીને જણાવ્યું હતું કે ખેડૂતોને તેના ઉત્પાદનનો યોગ્ય ભાવ નથી મળી રહ્યા છે. જેને લઈને ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે.