નવી દિલ્હી: બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સ પર એક વાર ફરીથી આતંકી હુમલાનો ખતરો મંડરાઈ રહ્યો છે. મંગળવારે પોલીસે સિટી શૉપિંગ મૉલમાંથી એક શંકાસ્પદ આતંકીની ધરપકડ કરી છે. બ્રસેલ્સમાં હાલ બોમ્બ વિસ્ફોટને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
બ્રસેલ્સમાં એલર્ટ પછી આતંકવાદ વિરોધી ઑપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. શૉપિંગ મૉલમાંથી પકડાયેલ આતંકવાદીએ વિસ્ફોટ બેલ્ટ પહેરી રાખ્યો હતો. ઘટનાની જાણકારી મળતાં તાત્કાલિક મૉલ ખાલી કરવામાં આવ્યો હતો. વડાપ્રધાન ચાર્લ્સ મિશેલે સ્થિતિને ખૂબ જ સંવેદનશીલ ગણાવી છે. આ ઘટના પછી તેમને તાત્કાલિક એક બેઠક બોલવી હતી.
આ વર્ષે 22 માર્ચે બ્રસેલ્સ સીરિયલ વિસ્ફોટોથી હલી ગયું હતું. તેમાં 35 લોકોનો જીવ ગયો હતો. ત્યારે ખતરનાક ઈસ્લામિક આતંકી સંગઠન આઈએસઆઈએસે બ્રસેલ્સ હુમલાની જવાબદારી સ્વીકારી હતી.