જોધપુર: ઉત્તરપ્રદેશના કૈરાનામાં હિંદુઓના કથિત વિસ્થાપનને લઈને ચાલી રહેલા વિવાદ અંગે આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે કહ્યું છે કે આજના સમયમાં વિસ્થાપનના અહેવાલો દુખદ છે.


જોધપુરમાં આયોજિત હિંદુ સામ્રાજ્ય દિનોકત્સવ કાર્યક્રમમાં સંબોધન સમયે આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે કહ્યું હતું કે હિંદુઓના પલાયનને રોકવાની જવાબદારી ત્યાંના શાસન છે. ભાગવતે કહ્યું કે શાસનએ લોકોના મનમાંથી નિરાશા દૂર કરી તેમને વિશ્વાસ અપાવવો જોઈએ કે આ ધરતી આપણી છે.

ભાગવતે કૈરાના શબ્દનો ઉલ્લેખ તો મોહન ભાગવતે નહોતો કર્યો પણ એટલુ જરૂર કહ્યું કે તેઓ આ પ્રકારના સમાચારો વિચલિત કરે છે.

તેમણે કહ્યું કે દેશના ઘણા ભાગોમાં વિસ્થાપનના સમાચારો આવે છે અને તે પરેશાન કરે છે. આ આપણી જવાબદારી છે કે કઈ રીતે લોકોના મનમાંથી નિરાશાવાદ દૂર કરીએ.

ભાગવત આજે હિંદુ સામ્રાજ્ય દિવસ નિમિતે જોધપુરના લાલ સાગર વિસ્તારમાં આવેલા આદર્શ વિદ્યામંદિરમાં સ્વયં સેવકોની ભીડને સંબોધિત કરી હતી.