નવી દિલ્હી: નવા નવા ફેરફારોમાંથી ગુજરત ભારતીય રેલ્વે 1 જુલાઈએ આરક્ષણ પ્રક્રિયામાં નવા નિયમ લઈને આવી રહી છે. આ નવા નિયમ પ્રમાણે, 1 જુલાઈએ ઑનલાઈન વેટિંગ ટિકિટ નહી મળે, જ્યારે તત્કાળ ટિકિટ રિઝર્વેશન કેન્સલ કરાવવા પર હવે અડધુ રિફંડ મળશે એવી રીતે એસી ફર્સ્ટ અને સેકેંડ કલાસની ટિકિટ કેંસલ કરવા ઉપર 100 રૂપિયા વધારે ચૂકવવા પડશે. એસી થર્ડ ક્લાસ માટે 90 રૂપિયા અને સ્લીપર ક્લાસની ટિકિટ કેંસલ કરવા પર 60 રૂપિયા વધારે કાપવામાં આવશે.


આ નવા નિયમો પ્રમાણે કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા 50 હજાર રૂપિયામાં 7 દિવસો માટે એક કોચ અને 9 લાખ રૂપિયામાં સાત દિવસો માટે 18 ડબ્બાની આખી ટ્રેન બુક કરાવી શકે છે. જો વ્યક્તિ કે સંસ્થાને 18 ડબ્બાથી વધારે સીટોની જરૂર હશે તો તેને 50 હજાર પૂપિયા પ્રતિ કોચના હિસાબથી વધારે રકમ જમા કરાવીને ડબ્બા લઈ શકે છે. 7 દિવસથી વધારે કોચ કે રેલગાડી લેવા માટે પ્રતિદિવસના હિસાબે 10 હજાર રૂપિયા પ્રતિ કોચ આપવાના રહેશે.

નવા નિયમો પ્રમાણે, શતાબ્દી, રાજધાની જેવી બીજી ઘણી અન્ય ટ્રેનોમાં કોચોની સંખ્યા વધારવામાં આવશે. તેની સાથે યાત્રીઓની માંગણીથી ક્ષેત્રીય ભાષાઓમાં પણ ટિકિટ મળશે. રેલ્વે પહેલાથી જ જાહેરાત કરી ચૂક્યું છે કે 1 જુલાઈથી રાજધાની, શતાબ્દી, દૂરંતો અને મેલ-એક્સપ્રેસ ટ્રેનો ઉપર આ સુવિધા મળશે. આ ટ્રેનો દેશના મહત્વપૂર્ણ અને વ્યસ્ત રૂટો પર પ્રીમિયમ ટ્રેનોને બંધ કરીને તેમની જગ્યાએ ચલાવવામાં આવશે.