મુંબઇમાં મુકેશ અંબાણીના ઘર પાસેથી  25 ફેબ્રુઆરીએ વિસ્ફોટક ભરેલી કાર મળી આવી હતી. આ ઘટના બાદ કારના માલિક મનસુખ હિરેનનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મામલે NIAએ સચિન વાઝેની ધરપકડ કરી છે. 


કોણ છે સચિન વાઝે
સચિન વાઝે મુંબઇ પોલીસમાં આસિસ્ટન્ટ ઇન્સ્પેકટરના પદ પર તૈનાત છે. તેઓ એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ તરીકે જાણીતા છે. હાલ તેઓ મુંબઇ ક્રાઇમ બ્રાન્ચમાં ઇન્ટેલિજન્સ યુનિટના પ્રમુખ છે. સચિન વાઝેને આ પહેલા સસ્પેન્ડ કરાયા હતા. જૂન, 2020માં મુંબઈ પોલીસ કમિશનર પરમબીરસિંહના નેતૃત્વવાળી સમિતિએ સચીન વાઝેનું સસ્પેન્શન પરત લેતા તેઓ  ફરી નોકરી પર પરત ફર્યા હતા. 


કેવી રીતે કરી ધરપકડ
વાઝેને શનિવારે સવારે  NIAની ઓફિસ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યાં હતા, તેઓ શનિવારે 11 વાગ્યે NIAની ઓફિસ પહોંચ્યાં હતા. ઇન્સ્પેક્ટર અનિલ શુકલાની અધ્યક્ષતામાં તેમની સઘન પૂછપરછ કરવામાં આવી હતી. વાઝેની રાત્રે 11 વાગ્યા સુધી એમ 12 કલાક સઘન પૂછપરછ કરાઇ હતી. 
સચિન વાઝેની શનિવારે રાત્રે 11.50એ ધરપકડ કરવામાં આવી છે. NIAએ કહ્યું કે, વાઝેની કાર્માઇકલ રોડ પર વિસ્ફોટક ભરેલ સ્કોર્પિયો પાર્ક કરવાની ભૂમિકામાં સંલગ્ન હોવાથી ધરપકડ કરવામાં આવી છે. વાઝે સ્ક્રોર્પિયોના માલિકના મોતના મામલે પણ શંકાના દાયરામાં છે, કારનો માલિક હિરેનનું શબ મળ્યા બાદ એટીએસેએ અજ્ઞાત વ્યક્તિઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધી હતી.