સલમાન ખાને જિમમાં વર્કઆઉટ કરતા અનુપમ ખેરની તસ્વીર પોસ્ટ કરી, ખેરે માન્યો આભાર
abpasmita.in | 27 Aug 2016 12:42 PM (IST)
મંબઇઃ બોલીવૂડ દિગ્ગજ અભિનેતા અનુપમ ખેર ફિલ્મોમાં અભિનય સાથે સાથે સોશિયલ મીડિયામાં પણ પોતાની હયાતી દર્જ કરે છે. હાલમાં જ અનુપમ ખેર અભિનયથી અલગ જિમમાં પસીનો પાડતા નજરે આવ્યા હતા. 61 વર્ષના અનુપમ ખેર કોઇ યુવાનની જેમ જિમમાં વર્કઆઉટ કરે છે. આના પર અભિનેતા સલમાન ખાને ટ્વીટર પર અનુપમ ખેરની તસવીર પોસ્ટ કરીને હતી જેમા અનુપમ ખેર જિમમાં વર્કઆઉટ કરતા દેખાય છે. સલમાન ખાને તેમા લખ્યું હતું કે, 'ઉપાર વાલા બૉડી બિલ્ડર્સ કી ખેર કરે' સલમાન ખાને આ ટ્વીટનો જવાબ આપતા ફેસબુક પર લખ્યું "મારી તસ્વીરને ટ્વીટર અને ઇંસ્ટાગ્રામ પર પોસ્ટ કરવા બદલ આભાર સલમાન, મને તમારી કમેંટ પસંદ આવી. જય હો"