નવી દિલ્લીઃ પાકિસ્તાને શુક્રવારે કહ્યું હતુ્ં કે 19મું સાર્ક શિખર સમ્મેલન 9 અને 10 નવેમ્બરે ઇસ્લામાબાદમાં યોજાશે. 'પાકિસ્તાની વિદેશ વિભાગના એક નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે, પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાઝ શરીફે સાર્ક સભ્ય દેશોના નેતાઓને આ સમ્મેલમાં આવવા માટે આમંત્રણ મોકલ્યુ છે. અને તે તેમનું ઇસ્લામાબાદમાં સ્વાગત માટે ઉત્સુક છે.' જોકે એ સ્પષ્ટ નથી થયુ કે, સરહદ પારના આતંકવાદના મુદ્દાને લઇને ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં ચાલી રહેલા તણાવને જોતા શું પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી આ સમ્મેલનમાં ભાગ લેશે.
આ મહિનાની શરૂઆતમાં સાર્ક દેશોના ગૃહમંત્રી સમ્મેલનમાં ભાગ લેવા માટે રાજનાથ સિંહ ઇસ્લામાબાદ પહોંચ્યા હતા. પરંતું તે દરમિયાન બંને દેશો વચ્ચે દૂરી જોવા મળી હતી. બાદમાં સાર્ક દેશોના નાણા મંત્રીઓના શિખર સમ્મેલનમાં અરુણ જેટલી નહોતા ગયા અને ભારતના પ્રતિનિધિ તરીકે આર્થિક બાબતોના સચિવ શક્તિકાંત દાસને મોકલવામાં આવ્યા હતા.
પાકિસ્તાન વિદેશ વિભાગે કહ્યુ કે, સાર્કના નવ નિરીક્ષકોને પણ શિખર સમ્મેલનમાં ભાગ લેવા માટે આમંત્રણ મોકલામાં આવ્યું છે.