નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન કાયદા અને એનઆરસીના વિરોધમાં દિલ્હીની જામિયા યુનિવર્સિટીમાં જાહેરમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. આરોપી બજરંગ દળનો સભ્ય બતાવવામાં આવી રહ્યો છે. આ વ્યક્તિએ ફાયરિંગ કરતા શાદાબ નામના વિદ્યાર્થીને હાથામં ગોળી વાગી હતી. આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેનારા બોલિવૂડ઼ ડિરેક્ટર અનુરાગ કશ્યપે ટ્વિટ કરી વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પર નિશાન સાધ્યું હતું.


અનુરાગ છેલ્લા કેટલાક સમયથી કેન્દ્ર સરકારની નીતિઓની ટીકા કરતા આવ્યા છે. તેમણે પોતાની ટ્વિટમાં લખ્યું કે, આ સરકાર સ્પષ્ટ કરી રહી છે કે જય શ્રીરામ અને ભારત માતાની જય બોલીને હિંદુત્વના નામ પર જે ઇચ્છો તે કરો, મારો, કાપો, અમે કાંઇ થવા દઇશું નહીં. હજુ પણ શંકા છે કે સરકાર અને પાર્ટી જ આતંકવાદ પેદા કરી રહી છે?


તે સિવાય અન્ય એક ટ્વિટમાં લખ્યું કે, આ હિંદુત્વ આતંકવાદીઓને લાગે છે કે તેઓ દેશભક્ત છે. નરેન્દ્ર મોદી, અમિત શાહ અને ભાજપે છેલ્લા છ વર્ષોમાં આ હાંસલ કર્યું છે. અભિનંદન #ટુકડેટુકડેભાજપા