Apple iPhone 14: આઇફોનનો ક્રેઝ આસમાને પહોંચી ગયો છે. જ્યારે પણ નવો આઈફોન લોન્ચ થાય છે ત્યારે તેને ખરીદવા માટે લોકોની દિવાનગીના અવનવા કિસ્સા સામે આવતા હોય છે. આવો જ એક કિસ્સો કેરળમાંથી સામે આવ્યો છે. જ્યાં એક યુવક હાલમાં જ લોન્ચ થયેલા એપ્પલના આઈફોન 14ને લેવા માટે દુબઈ પહોંચી ગયો હતો.


કેરળના આ યુવકે એટલા માટે કર્યું કારણ કે ભારતમાં વેચાણ પહેલાં દુબઈમાં iPhone-14નું વેચાણ શરૂ થઈ ગયું હતું. હવે જેવી વ્યક્તિને આ વાતની જાણ થઈ, તેણે ફ્લાઈટ પકડી અને દુબઈ પહોંચી ગયો હતો. આવો જાણીએ સંપૂર્ણ સમાચાર.


આ યુવક કોણ છે?


કેરળના આ યુવકનું નામ ધીરજ પલ્લીયિલ છે. તે વ્યવસાયે કોચીનો એક બિઝનેસમેન છે. ભારતમાં iPhone 14 Proના વેચાણના એક દિવસ પહેલાં ધીરજ પલ્લીયિલ દુબઈ ગયો હતો અને લેટેસ્ટ iPhone 14 Pro ખરીદવા માટે ત્યાં પહોંચ્યો હતો. દુબઈ પહોંચ્યા બાદ તે સીધો દુબઈના મિરડિફ સિટી સેન્ટર પહોંચ્યા અને અહીંથી iPhone 14 Pro ખરીદ્યો. આ રીતે, તે iPhone 14 ખરીદનાર પ્રથમ ભારતીય ખરીદનાર બન્યો છે.


ધીરજનો આઇફોન પ્રત્યેની દિવાનગીઃ


મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ પહેલીવાર નથી જ્યારે ધીરજને આઈફોન ખરીદવા માટે આટલો સંઘર્ષ કર્યો હોય. રિપોર્ટ અનુસાર આવું ચોથી વખત થઈ રહ્યું છે. આઇફોનનું નવું વર્ઝન ખરીદવા માટે ધીરજ પ્રથમ વખત દુબઇ ગયો છે. તમને જણાવી દઈએ કે, તે iPhone 8 લેવા માટે વર્ષ 2017માં સૌથી પહેલા દુબઈ ગયો હતો. આ પછી ધીરજે iPhone 11 Pro Max, iPhone 12 (iPhone 12) અને iPhone 13 (iPhone 13) ખરીદવા માટે પણ આવું જ કર્યું છે. આ કેટેગરીમાં, તે તાજેતરમાં iPhone 14 Pro સાથે ભારત આવ્યો છે. તમને જણાવી દઈએ કે, iPhone 14 Proને ચિપ, ડિઝાઇન, પરફોર્મન્સ અને ફીચર્સમાં મોટા અપગ્રેડ સાથે રજૂ કરવામાં આવ્યો છે. આઈફોન પ્રેમીઓ આ ફિચર્સને લઈ ખૂબ જ ઉત્સાહિત છે.


આ પણ વાંચો....


Queen Elizabeth II Funeral: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ક્વિન એલિઝાબેથને શ્રદ્ધાંજલી આપી, જુઓ તસવીરો


Mohali MMS Scandal: ચંદીગઢ યૂનિવર્સિટી MMS કાંડમાં શિમલાથી યુવકની અટકાયત, જાણો કેસમાં સંપૂર્ણ અપડેટ