રાજીવ ગાંધી સરકારમાં મંત્રી રહેલા આરિફ મોહમ્મદ ખાનને કેરળના રાજ્યપાલ બનાવામાં આવ્યા છે. આરિફ મોહમ્મદ ખાને મોદી સરકારના ટ્રિપલ તલાક અને જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370ને ખતમ કરવાનું સમર્થન કર્યુ હતું. આરિફ ખાન લાંબા સમયથી સક્રિય રાજકારણથી દૂર હતા.
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે આજે 5 રાજ્યોના રાજ્યપાલની જાહેરાત કરી હતી. જેમાં મોટો ફેંસલો લેતા પૂર્વ કેન્દ્રીય મંત્રી આરિફ મોહમ્મદને કેરલના ગવર્નર તરીકે વરણી કરી હતી. હિમાચલના વર્તમાન ગર્વનર કલરાજ મિશ્રને રાજસ્થાન મોકલવામાં આવ્યા છે. રાજીવ ગાંધી સરકારમાં મંત્રી રહેલા આરિફ મોહમ્મદ ખાનને કેરળના રાજ્યપાલ બનાવામાં આવ્યા છે. આરિફ મોહમ્મદ ખાને મોદી સરકારના ટ્રિપલ તલાક અને જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370ને ખતમ કરવાનું સમર્થન કર્યુ હતું. આરિફ ખાન લાંબા સમયથી સક્રિય રાજકારણથી દૂર હતા.1984માં શાહબાનો કેસમાં સુપ્રીમ કોર્ટમાં સંસદ દ્વારા કાનૂન બનાવીને પલટી જવાના વિરોધમાં તેમણે મંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું. તેમણે વંદે માતરમનો ઉર્દૂમાં પણ અનુવાદ કર્યો છે. અત્યાર સુધી કેરળમાં ગવર્નર પૂર્વ ચીફ જસ્ટિસ પી. સદાશિવમ હતા પરંતુ તાજેતરમાં જ તેમનો કાર્યકાળ સમાપ્ત થયો છે. બંદારુ દત્તાત્રેયને હિમાચલ પ્રદેશના રાજયપાલ બનાવાયા છે. ભગત સિંહ કોશિયારી મહારાષ્ટ્રના રાજ્યપાલ બનશે. તમિલિસાઈ સુંદરરાજનની તેલંગાણાના રાજયપાલ તરીકે નિમણૂક કરવામાં આવી છે. સુરતઃ સૌરાષ્ટ્રની યુવતીને 21 વર્ષ નાના FB ફ્રેન્ડ સાથે બંધાયા સેક્સ સંબંધ, પ્રેમીએ અચાનક શું કર્યું ? જાણો વિગતસુરતથી વિદેશી ક્રુઝ જેવી સગવડો ધરાવતી ફેરી શરૂ થશે, જાણો ક્યાં સુધી જશે ?મોદી સરકાર પર મનમોહન સિંહનો પ્રહાર, કહ્યું- નોટબંધી અને GSTએ અર્થવ્યવસ્થાને મંદીમાં ધકેલી