નવી દિલ્હી: કારગિલ વિજય દિવસના એક દિવસ પહેલા ભારતીય સેનાના અધ્યક્ષ બિપિન સિંહ રાવતે મોટું નિવેદન આપ્યું છે. પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યું કે, “ જો પાકિસ્તાન 1999 જેવી કોઈ હરકત કરવાનો પ્રયાસ કરશે તો તેને જડબાતોડ જવાબ આપીશું.” આ દરમિયાન તેઓએ કહ્યું મને વિશ્વાસ છે કે પાકિસ્તાન ફરી એવું નહીં કરે, જો તેવું કરે તો અમારા જવાનો ક્યારેય તેને સફળ નહીં થવા દે.
બિપિન રાવતે કહ્યું, દુશ્મન બીજી કોઈ હિમાકત નહીં કરે. 1999માં પાકિસ્તાની સેનાએ મોટી ભૂલ કરી હતી, અને તેને ભારતની સરકાર અને સેનાએ જે જડબાતોડ જવાબ આપ્યો હતો તેને તેઓ ભૂલ્યા નથી.
પુલવામા હુમલા અંગે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનના નિવદેને ખોટું ગણાવતા જનરલ બિપિન રાવતે કહ્યું કે જે પણ થયું છે તેના પુરતા પુરાવા ભારતીય સેના પાસે છે. પુલવામાં શું થયુ તેના અનેક પુરાવા આપણી ઈન્ટેલીજેન્સ એજન્સીઓએ અમને આપ્યા છે. અમે સચ્ચાઈથી વાકેફ છે. અમે કોઈ પણ નિવેદનથી બહેકાવમાં નહીં આવીએ.
પાકિસ્તાન ફરી કારગિલ જેવો પ્રયાસ કરશે તો જડબાતોડ જવાબ આપીશું: બિપિન રાવત
abpasmita.in
Updated at:
25 Jul 2019 04:18 PM (IST)
પુલવામા હુમલા અંગે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનના નિવદેને ખોટું ગણાવતા જનરલ બિપિન રાવતે કહ્યું કે જે પણ થયું છે તેના પુરતા પુરાવા ભારતીય સેના પાસે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -