નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડનું કામકાજ જોવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા બનાવવામાં આવેલી સીઓએ દ્વારા ભારતીય ટીમના મુખ્ય કોટ અને સપોર્ટિંગ સ્ટાફ માટે અરજી મંગાવવામાં આવી છે. પરંતુ બીસીસીઆઈના અધિકારીઓનું માનવું છે કે, વિરાટ કોહલીને આગળ વધવામાં મદદ મળે તે માટે મુખ્ય કોચ રવિ શાસ્ત્રી તેના પદ પર રહે.



બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ ન્યૂઝ એજન્સી IANSને જણાવ્યું કે, ટીમના બદલાવના સમયમાં શાસ્ત્રી અને કોહલીએ તેમના પદ પર બની રહેવું જરૂરી છે. કારણકે ટીમ 2020ના T20 વર્લ્ડકપને જોતાં યુવાઓને મોકો આપે છે. શાસ્ત્રી અને કોહલી એકબીજાના પૂરક છે અને આ સફળ ટીમના અડધા હિસ્સાને બદલવો યોગ્ય નથી.



અધિકારીએ કહ્યું કે, ટીમમાં સાતત્યતા જાળવી રાખવી મહત્વપૂર્ણ હતી કારણકે કોચના બદલાવનો મતલબ છે કે નવો કોચ ખેલાડીઓની શરૂઆતથી જ તેની રીતે ઘડશે. કોચમાં બદલાવનું ટીમનું સમીકરણ બગડી શકે છે અને તેનું ગંભીર પરિણામ પણ આવી શકે છે. જો સમયસર બદલાવ કરવામાં આવે તો આગામી પાંચ વર્ષો માટેની રણનીતિ અને યોજનાનો બદલાવ હશે.



બીસીસીઆઈએ રાષ્ટ્રીય ટીમના કોચિંગ સ્ટાફ માટે અરજી મંગાવી છે. ટીમમાં વર્તમાન કોચ રવિ શાસ્ત્રી અને તેના સહયોગીઓ માટે અરજી કરવાની જરૂર નહીં પડે. તેમને ઈન્ટરવ્યૂમાં સીધો જ પ્રવેશ મળશે. વર્લ્ડકપ સમાપ્ત થયા બાદ વર્તમાન કોચિંગ સ્ટાફનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો હતો, પરંતુ તેને 45 દિવસ લંબાવવામાં આવ્યો છે.

આ યુવા ક્રિકેટરો પર કોહલી થયો ફીદા, કહ્યું- 19-20 વર્ષે તો હું....

Tiktok વીડિયોના કારણે સસ્પેન્ડ થયેલી કોન્સ્ટેબલ અલ્પીતા પોતાને ગણાવે છે ‘ક્વીન અન્ના’, જાણો વિગત