નવી દિલ્હી: ભારત અને પાકિસ્તાનના વિદેશ મંત્રીઓ વચ્ચેની વાતચીત રદ્દ થવા પર ભડકેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનના નિવેદન પર ભારતીય સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, આતંવાદ અને વાતચીત એકસાથે નથી થઈ શકતી. બીએસએફ જવાનની સાથે કરવામાં આવેલી ક્રુરતા પર પણ તીખી પ્રક્રિયા આપી છે સેના પ્રમુખે કહ્યું કે, આતંકીઓ અને પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવેલી ક્રુરતાનો બદલો લેવા માટે હવે કડક કાર્યવાહી કરવાની જરૂર છે. હવે સમય આવી ગયો છે કે, આપણે પણ તેમની ભાષામાં જ જવાબ આપવો પડશે, તેની જેમ ક્રુરતાનો સહારો લીધા વિના. તેમણે કહ્યું કે, મને લાગે છે કે આંતકીઓને પણ આવું જ દર્દ અનુભવ કરાવવું જોઈએ.
જમ્મુ કાશ્મીરમાં બીએસએફના એક જવાનો મૃતદેહ સાથે હેવાનિયતની ધટના મુદ્દે સેના પ્રમુખે કહ્યું કે આ પ્રકારનું કૃત્ય અસ્વીકાર્ય છે અને તેને બદલો લેવાની જરૂર છે.
પાકિસ્તાનના વડાપ્રધાનના આરોપનો જવાબ આપતા કહ્યું કે, મને લાગે છે કે અમારી સરકારની નીતીઓ ખૂબજ સ્પષ્ટ અને સંક્ષિપ્ત રહી છે. સેના પ્રમુખે કહ્યું કે, અમે આ વાત માં વિશ્વાસ રાખીયે છે કે વાતચીત અને આતંકવાદ એક સાથે નથી ચાલી શકતા. પાકિસ્તાને આતંકવાદ વિરુદ્ધ લડવાની જરૂર છે.