નવી દિલ્હી: જમ્મૂ કાશ્મીરમાં લાઇન ઓફ કંટ્રોલ પર પાકિસ્તાન કેટલાક દિવસોથી સતત સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કરી રહ્યું છે. LoC પર પાકિસ્તાન અને ભારતીય સેના વચ્ચે ફાયરિંગ ચાલી રહ્યું છે. ગોળીબારના કારણે ત્રણ કલાક સુધી સ્કૂલના રૂમમાં બાળકો બંધ રહ્યા હતા. ગોળીબાર રોકાયા બાદ સ્કૂલમાંથી વિદ્યાર્થીઓને ઘરે સુરક્ષિત મોકલાયા હતા.


પાકિસ્તાનની તરફથી કરવામાં આવી રહેલી ફાયરિંગનો ભારતે પણ વળતો જવાબ આપ્યો હતો. પાકિસ્તાને દબ્રાજ ગામને નિશાન બનાવી ફાયરિંગ કર્યું હતું. જમ્મૂ કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ પાકિસ્તાન સરહદ પર સતત સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કરી રહ્યું છે.

જમ્મૂ કાશ્મીરથી અનુચ્છેદ 370 હટાવ્યા બાદથી જ પાકિસ્તાન અને ભારતીય સેના વચ્ચે સીમા પર તણાવનો માહોલ છે. બોર્ડર પર ભારતીય સેના પાકિસ્તાનની નાપાક હરકતનો જડબાતોડ જવાબ આપી રહી છે. ગત ત્રણ સપ્તાહમાં ભારતીય સેનાએ LOC પર જવાબી કાર્યવાહીમાં 10થી વધારે પાકિસ્તાની સેનાના કમાન્ડોને માર્યા છે.