એક શખ્સે બે ભેંસ અને બીજાએ એક ભેંસ ચોરી થવાની એફઆઇઆર દાખલ કરાવી છે. મામલામાં આઝમ ખાન સહિત 6 નામંકિત છે. તો બીજી બાજુ 20 થી 30 અજાણ્યા વિરુદ્ધ ધારા 504, 506, 427, 395, 448 અને 492 હેઠળ કેસ દાખલ થયો છે.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2014માં ખુદ આઝમ ખાનની ભેંસો ચોરી થઇ ગઇ હતી. ત્યારે આ મામલો મીડિયા અને રાજકારણમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. પોલિસને પાંચ મહિના બાદ ભેંસ ચોરને શોધી કાઢ્યો હતો. જે વર્ષે આઝમ ખાનની ભેંસ ચોરી થઇ હતી એ દરમિયાન રાજ્યમાં સમાજવાદી પાર્ટીની સરકાર હતી અને અખિલેશ યાદવ મુખ્યમંત્રી હતા.
આ પહેલા બુધવારે આઝમ ખાન પર ચાલી રહેલા 29 જેટલા કેસોમં જિલ્લા કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે. આઝમ ખાન વિરુદ્ધ જમીન વિવાદ, લોક પ્રતિનિધિ અધિનિયમ અને બીજા અન્ય મામલામાં સેશન્શ કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે.