આ પહેલા ભારત અને ચીનના સૈન્ય કમાન્ડર્સ વચ્ચે સોમવારે આશરે 11 કલાક લાંબી મેરાથોન બેઠક ચાલી હતી. બંને દેશોના કોર કમાંડર્સ વચ્ચે આ બીજી મોટી બેઠક હતી. પહેલી બેઠક 6 જૂનના રોજ થઈ હતી.
ભારત તરફથી 14મી કોરના કમાન્ડર લેફ્ટિનન્ટ જનરલ હરિંદર સિંહે ભાગ લીધો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભારતે આ બેઠકમાં પૂર્વી લદ્દાખના પૈંગોંગ ત્સો વિસ્તારમાં ચીની સૈનિકોને હટાવવાની માંગણી કરી હતી.
ભારતીય ઓફિસરોએ ગલવાનમાં થયેલી હિંસક ઝપાઝપી વિશે નારાજગી વ્યક્ત કરી છે. ઝપાઝપીને ચીનનું કાવતરું અને ક્રૂરતા ગણાવવામાં આવી છે. ભારતની માંગ છે કે, ચીન લદ્દાખમાં તેમના સૈનિકોની પોઝિશન એપ્રિલ પ્રમાણે કરે.