J&K: કેરન સેક્ટરમાં પાકે કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન, 1 જવાન શહીદ
abpasmita.in | 12 Nov 2016 06:40 PM (IST)
નવી દિલ્લી: ઉત્તરી કાશ્મીરના કુપવાડા જિલ્લાના કેરન સેક્ટરમાં સરહદ પર કરવામાં આવેલા સંઘર્ષ વિરામના ઉલ્લંઘનમાં આજે સેનાનો એક જવાન શહીદ થયો હતો. પોલીસે તેની જાણકારી આપી હતી. પોલીસ સૂત્રો જણાવ્યા અનુસાર, પાકિસ્તાની સેના કોઈ પણ કારણ વગર કનરાહ સેક્ટરમાં સરહદ નજીક ભારતીય ચોકીઓને નિશાન બનાવીને ગોળીબાર કર્યો હતો. પોલીસે વધુમાં જણાવ્યું, ‘ગોળીબારમાં જવાન હર્ષિત બાતોરિયા શહીદ થયા હતા, જ્યારે ભારતીય જવાન મનકામલા ગંભીર રીતે ઘાયલ થયો છે. ઘાયલ જવાનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.’ પોલીસે વધુમાં જણાવ્યું, ‘શુક્રવારે કેરન સેક્ટરમાં પાકિસ્તાની સૈનિકો દ્વારા કરવામાં આવેલા સંઘર્ષવિરામના ઉલ્લંઘનમાં બે ભારતીય સૈનિકો શહીદ થયા હતા.’