નવી દિલ્લીઃ દેશમાં 500 અને 1000 ની નોટો પર પ્રતિબંધ લગાવ્યા બાદ તેની અસર દરેક ક્ષેત્રમાં જોવા મળે છે. ઓનલાઇન કંપનીઓ પણ આમાથી બાકાત નથી. ઓનલાઇન કંપનીઓ પોતાના ગ્રાહકોને ઓનલાઇન પેમેન્ટ કરવા માટે ડિસકાઉન્ટ આપી રહી છે. સ્નેપડીલે પોતાના ગ્રાહકોને પોતાના ગ્રાહકોને ઓનલાઇન ચુકવણી માટે 10 ટકાનું ડિસ્કાઉન્ટ જાહેર કર્યું છે.


આ સિવાય ફ્લિપકાર્ટ, સ્નેપડીલ, અમેજોન સહિતની કંપનીઓ તમામ ઇ-કૉમર્સ કંપનીઓએ કેશ ઓન ડિલિવરીની સુવિધા થોડા દિવસ માટે બંધ કરી દીધી છે. તેમની સાઇટ પર અન્ય માધ્યમથી ચુકવણી કરવાનું કહેવામાં આવી રહ્યું છે.

કંપનીઓનું કહેવું છે કે, ઑર્ડરની ડિલીવરી બાદ ઓનલાઇન ચુંકવણી કરે ગ્રાહક

ઇ-કૉમર્સ કંપનીઓ સામાનની ડિલિવરી થયા બાદ ગ્રાહકોને રોકડ રમકની જગ્યાએ અન્ય વિકલ્પોનો ઉપયોગ કરવાની અનુમતી આપી દીધી છે.

આ પહેલા ડિજિટલ ચુકવણીનો વિકલ્પ ફક્ત સામાનનો ઓર્ડર કરતી વખતે જ આપવામાં આવતો હતો.

આ પગલાનો ઉદેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે, સામાનોની ડિલીવરી પર વિકલ્પ પસંદ કરનાર ગ્રાહક બીજી સાઇટ પર ના જતા રહે.

ઇ-કૉમર્સ કંપનીઓની ડિલિવરી બૉય સ્વેપ મશીન લઇને ગ્રાહકના સુધી પહોંચી રહ્યા છે.