નવી દિલ્લી: પૂર્વ કેંદ્રીય મંત્રી કપિલ સિબ્બલે કેંદ્ર સરકાર દ્વારા 500 અને 1000 રૂપિયાની નોટોને રાતો રાત બંધ કરવાના નિર્ણયને દેશની સાથે મઝાક કરી હોવાની વાત
કહી છે. તેમને પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે કોઈ જાણ્યા કે વિચાર્યા વગર દેશની સાથે મઝાક થઈ રહી છે. તેમને કહ્યું કે આ નિર્ણય ઉતાવળમાં લેવામાં આવ્યો છે, જે
ખોટો છે.


સિબ્બલનું કહેવું હતું કે બેંકમાં લાઈનો છે અને સામાન્ય લોકો લાચાર છે. તેના માટે પીએમ મોદી સીધી રીતે જવાબદાર છે. તે દરમિયાન તેમને પીએમ મોદીની જાપાન યાત્રા
પર સવાલ ઉઠાવ્યા હતા. તેમને કહ્યું એવા સમયમાં જ્યારે સામાન્ય જનતા મુશ્કેલીમાં છે, પીએમ મોદી જાપાન ગયેલા છે, જ્યારે તેમને અહીં હોવું જોઈતું હતું. તેમને
પીએમને સવાલ કર્યો હતો કે જ્યારે મારી પાસે એકાઉંટ છે અને પૈસા પણ મારા છે તો હું કેમ લાઈનમાં ઉભો રહું. સિબ્બલ પહેલા પૂર્વ કેંદ્રીય મંત્રી શશિ થરૂરે પણ કેંદ્રના આ નિર્ણય પર સવાલ ઉઠાવ્યા હતા.