નવી દિલ્હી: ભારતીય વાયુ સેનાના ગુમ થયેલા An-32 વિમાનની છ દિવસ બાદ પણ કોઈ જાણકારી મળી નથી. ટીમ ઈસરો સહિત વિવિધ એજન્સીઓની તકનીક અને સેંસર સાથે વિમાનથી શોધખોળના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે, છતાં પણ કોઈ સફળતા હાથ લાગી નથી. ખરાબ હવામાન વચ્ચે પણ શનિવારે શોધખોળ સતત ચાલી હતી. એક અધિકારીએ આ જાણકારી આપી છે. વાયુ સેના પ્રમુખ એર ચીફ માર્શલ બીએસ ધનોઆએ શનિવારે જોરહાટની મુલાકાત લીધી હતી.

વાયુસેના અધિકારીઓએ જણાવ્યુ કે ધનોઆને આ અભિયાન વિશે વિસ્તૃત જાણકારી આપવામા આવી. તેના બાદ તેઓએ તે અધિકારીઓ અને વાયુ સેનાના કર્મીઓના પરિવારો સાથે મુલાકાત કરી, જે ભારતીય વાયુસેના વિમાનમાં સવાર હતા.


બીજી તરફ વાયુ સાનએ ગુમ થયેલા એન-32 વિમાન વિશે જાણકારી આપનારને પાંચ લાખ રૂપિયા ઈનામ આપવાની જાહેરાત કરી છે. ઇસ્ટર્ન એર કમાન્ડના એર માર્શલ આરડી માથુરે જાહેરાત કરી છે કે ‘ગુમ થયેલા એરક્રાફ્ટને શોધવા માટે પૂરતી જાણકારી આપનાર વ્યક્તિ કે તેના સમૂહને પાંચ લાખ રૂપિયા આપવામાં આવશે.


ઉલ્લેખનીય છે કે રસિયા દ્વારા નિર્મિત વિમાને અરુણાચલ પ્રદેશના શિ-યોમિ જિલ્લાના મેચુકા એડવાસ્ડ લેન્ડિંગ ગ્રાઉન્ડ માટે સોમવારે રાત્રે 12 વાગીને 27 મિનિટ પર આસામના જોરહાટથી ઉડાન ભરી હતી. જમીની નિયંત્રણ કક્ષની સાથે વિમાનનો સંપર્ક બપોરે એક વાગ્યે ટૂટી ગયો હતો. વિમાનમાં પાયલટ દળના આઠ અને પાંચ યાત્રી સહિત 13 લોકો સવાર હતા.

હવે દરેક ક્ષણ સર્જિકલ સ્ટ્રાઇકના ડરમાં જીવશે પાકિસ્તાન! ભારત સ્પાઇસ બોંબ ખરીદશે, જુઓ વીડિયો




છ દિવસ બાદ પણ ગુમ થયેલ એન-32 વિમાનનો કોઈ નથી પત્તો,IAFએ ઇનામની કરી જાહેરાત