સેનાએ પહાડોમાં હિમ માનવ ‘યેતી’ ફરતાં હોવાનો કર્યો દાવો, તસવીરો શેર કરીને આપ્યા પૂરાવાઓ, જુઓ તસવીરો
abpasmita.in | 30 Apr 2019 09:59 AM (IST)
વિશાળકાળ વાનર જેવા દેખાતા યેતીને માનવનું જ પૂર્વજ માનવામાં આવે છે. વર્ષ 1832 માં પહેલીવાર એક પર્વતારોહીએ ઉત્તર નેપાલમાં બે પગ પર ચાલનારા મહાવાનરને જોયો હોવાનો દાવો કર્યો હતો
નવી દિલ્હીઃ ફિલ્મો અને ઘટનાઓમાં તમે હિમ માનવ વિશે સાંભળ્યુ કે વાંચ્યુ જરૂર હશે, આજ સુધી આ વાત એક રહસ્ય જ રહી છે કે પહાડો પર હિમ માનવ વસે છે. હવે સેનાના એક દાવાએ હિમ માનવના રહસ્ય પરથી પડદો ઉઠાવી દીધો છે. પહેલીવાર હિમ માનવ 'યેતી'ની હાજરીને લઇને મોટો દાવો કર્યો છે. સેનાના જન સૂચના વિભાગે કેટલીય તસવીરો રજૂ કરતાં દાવો કર્યો છે કે, તેમની માઉટાઇરિંગ એક્સપેડિશન ટીમે 9મી એપ્રિલે નેપાલ-ચીન સીમા પર આવેલા મકાલૂ બેઝ કેમ્પની પાસે 'યેતી'ના રહસ્યમય પગલાઓના નિશાન દેખ્યા છે. એવુ કહેવાઇ રહ્યુ છે કે આ નિશાન હિમ માનવ 'યેતી'ના હોઇ શકે છે. ભારતીય સેના એ આના સંબંધિત કુલ ત્રણ તસવીરો શેર કરી છે. આના ફૂટપ્રિન્ટની લંબાઇ 32 ઇંચ અને પહોળાઇ 15 ઇંચ માપવામાં આવી છે, જે આ વિસ્તારમાં રહેનારા કોઇ જાનવર સાથે મેચ નથી થતાં. નેપાલમાં આવેલા મકાલૂ-બારૂન નેશનલ પાર્કનો આ તે વિસ્તાર છે જેમાં પહેલા પણ યેતી જોવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ત્યારે પણ કિવદંતિઓમાં પણ આ જ યેતીની સ્ટૉરીઓ સાંભળવામાં આવતી હતી, પણ હવે તેના અસ્તિત્વનું પ્રમાણ સામે આવી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે, હવે વૈજ્ઞાનિક સેનાના આ દાવાની શોધ અને તપાસ કરશે. વિશાળકાળ વાનર જેવા દેખાતા યેતીને માનવનું જ પૂર્વજ માનવામાં આવે છે. વર્ષ 1832 માં પહેલીવાર એક પર્વતારોહીએ ઉત્તર નેપાલમાં બે પગ પર ચાલનારા મહાવાનરને જોયો હોવાનો દાવો કર્યો હતો. ત્યારથી આજ દીન સુધી હિમ માનવની સ્ટૉરી સંભળાવવામાં આવે છે, પણ આના હકીકતમાં હોવાના સબૂત પહેલીવાર સામે આવ્યા છે. યેતી દેખાવામાં એક સામાન્ય માણસથી લાંબો, રિંછ જેવા વાળ વાળો અને આખુ શરીર વાળથી ઢંકાયેલા હોય તેવું દેખાય છે.