નોંધનીય છે કે જમ્મુ અને કાશ્મીરમાં એક દિવસ અગાઉ જ IED હુમલાનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સુરક્ષામાં વધારો કરાયો હતો. IED વિસ્ફોટ બાદ સૈન્યએ આસપાસના વિસ્તારોને ઘેરી લીધો હતો. સૈન્યના મતે તમામ જવાન સુરક્ષિત છે અને તેમને સામાન્ય ઇજાઓ પહોંચી છે.
કાશ્મીરઃ પુલવામામાં IED વિસ્ફોટ, નવ જવાન ઘાયલ
abpasmita.in
Updated at:
17 Jun 2019 08:01 PM (IST)
જમ્મુ અને કાશ્મીરમાં એક દિવસ અગાઉ જ IED હુમલાનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સુરક્ષામાં વધારો કરાયો હતો.
NEXT
PREV
કાશ્મીરઃ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ફરીથી આતંકી હુમલો થયો છે. અહી આતંકીઓએ IED વિસ્ફોટ કર્યો છે. આર્મીના 44 રાષ્ટ્રીય રાઇફલ્સને નિશાન બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ હુમલામાં સૈન્યના નવ જવાન ઘાયલ થયા છે. તેમાંથી ત્રણની હાલત ગંભીર છે. તમામ જવાનોને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. આ હુમલો પુલવામાના અરિહલ ગામમાં થયો હતો. સૈન્ય અને આતંકીઓ વચ્ચે ભારે ફાયરિંગ ચાલી રહ્યું છે. સૈન્યના જવાનો બુલેટપ્રુફ ગાડીમાં જઇ રહ્યા હતા ત્યારે હુમલો થયો હતો.
નોંધનીય છે કે જમ્મુ અને કાશ્મીરમાં એક દિવસ અગાઉ જ IED હુમલાનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સુરક્ષામાં વધારો કરાયો હતો. IED વિસ્ફોટ બાદ સૈન્યએ આસપાસના વિસ્તારોને ઘેરી લીધો હતો. સૈન્યના મતે તમામ જવાન સુરક્ષિત છે અને તેમને સામાન્ય ઇજાઓ પહોંચી છે.
નોંધનીય છે કે જમ્મુ અને કાશ્મીરમાં એક દિવસ અગાઉ જ IED હુમલાનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સુરક્ષામાં વધારો કરાયો હતો. IED વિસ્ફોટ બાદ સૈન્યએ આસપાસના વિસ્તારોને ઘેરી લીધો હતો. સૈન્યના મતે તમામ જવાન સુરક્ષિત છે અને તેમને સામાન્ય ઇજાઓ પહોંચી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -