નવી દિલ્હી: રવિવારે ઓપરેશન સોપિયાં દરમિયાન પોલીસે એક ડેપ્યુટી સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસની ધરપકડ કરી હતી. જમ્મૂ કાશ્મીરના IG વિજયકુમારના જણાવ્યા પ્રમાણે, આ DSP બે વોન્ટેડ હિઝબુલ મુઝાહિદ્દીનના આતંકવાદીઓ સાથે એક ગાડીમાં નેશનલ હાઈવે પર જઈ રહ્યો હતો. તેની ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરવામાં આવી હતી. (તસવીર: DSPની ધરપકડ બાદ આઈજીપી વિનોદ કુમારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી )
આતંકવાદ વિરૂદ્ધ સફળ ઓપરેશન ચલાવવા માટે SOGમાં નિમણૂંક બાદ આઉટ ઓફ ટર્ન પ્રમોશન આપીને તેને ઈન્સ્પેક્ટરમાંથી DSP બનાવવામાં આવ્યો હતો. ત્યારબાદ ખંડણી માંગવાની ફરિયાદના લીધે તેને SOGમાંથી હટાવીને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેને ફરી શ્રીનગર પોલીસ કન્ટ્રોલમાં નિમણૂંક મળી હતી.
ત્યાંથી તેને ગત વર્ષે શ્રીનગર એરપોર્ટ પર તૈનાત કરવામાં આવ્યો હતો. જે બે આતંકવાદીઓની ધરપકડ થઈ છે તે કાશ્મીરના DIG અતુલ ગોએલ હસ્તકની પોલીસ પાર્ટીએ કરી હતી. આ બન્ને આતંકવાદીઓની ઓળખ નાવિદ બાબુ અને આસિફ રાથર તરીકે થઈ હતી. નાઇદ હિઝબુલ મુઝાહીદ્દીનનો ટોપ કમાન્ડર છે જ્યારે રાથર એક નોંધાયેલો આતંકવાદી છે. બન્ને સોપિયાંના રહેવાસી છે.
જમ્મુ-કાશ્મીરમાં બે વોન્ટેડ આતંકીઓ સાથે ગાડીમાં જઈ રહેલા DSPની ધરપકડ, જાણો વિગત
abpasmita.in
Updated at:
13 Jan 2020 08:16 AM (IST)
આ DSP બે વોન્ટેડ હિઝબુલ મુઝાહિદ્દીનના આતંકવાદીઓ સાથે એક ગાડીમાં નેશનલ હાઈવે પર જઈ રહ્યો હતો. તેની ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરવામાં આવી હતી
- - - - - - - - - Advertisement - - - - - - - - -