જામિયામાં 15 ડિસેમ્બરની તોડફોડ અંગે યુનિવર્સિટીના કુલપતિ નઝમા અખ્તરે જણાવ્યું હતું કે હ્યુમન રાઇટ્સ કમિશનની ટીમ 14 જાન્યુઆરીએ કેમ્પસની મુલાકાત લેશે. તેમણે કહ્યું કે, 15 ડિસેમ્બરના કેસમાં ટીમ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓ અને સાક્ષીઓના નિવેદનો અને પુરાવા લેશે. નઝમાએ કહ્યું કે તેમને આશા છે કે ટીમ અમારા દ્રષ્ટિકોણથી જોવાનો પ્રયાસ કરશે.
જામિયાનાં વિદ્યાર્થીઓ દ્વારા CAAની સામે શરૂ કરાયેલાં આંદોલનને એક મહિના કરતા વધારે સમય થઈ ગયો છે. જોરદાર ઠંડીમાં પણ વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકો અહીંથી પાછા હટવા માટે તૈયાર નથી. શુક્રવારે સાંજે પ્રદર્શન સ્થળ પર ઘણા સામાજીક અને રાજકીય લોકો પહોંચીને વિદ્યાર્થીઓનું મનોબળ વધારવાનો પ્રયાસ કર્યો હતો.