નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 રદ કરવામાં આવ્યા બાદ પાકિસ્તાન એક બાદ એક ફેંસલા લઈ રહ્યું છે. હવે પાકિસ્તાને તેના વિસ્તારમાં આવતી એરસ્પેસ બંધ કરી દીધી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 9 રસ્તામાંથી 3 એરસ્પેસને બંધ કરી છે. આ પહેલા પાકિસ્તાને ભારત સાથે દ્વીપક્ષીય વેપાર પર રોક લગાવવાનો નિર્ણય કર્યો હતો. ઉપરાંત કાશ્મીર મામલાને સંયુક્ત રાષ્ટ્રમાં લઈ જવાની ધમકી આપી હતી.


બાલાકોટ એરસ્ટ્રાઇક બાદ પણ પાકિસ્તાને ભારતીય ભારતીય એરલાઇન્સ માટે એરસ્પેસ બંધ કરી હતી. જેના આશરે 4 મહિના બાદ ભારત સહિત અન્ય વિમાનો માટે એરસ્પેસ ખોલી હતી. પાકિસ્તાનનો એરસ્પેસ બંધ હોવાના કારણે યુરોપ તથા ખાડી દેશોમાં જનારી તમામ ફ્લાઇટ ગુજરાત પર થઈને અરબી સમુદ્ર પાર કરીને જતી હતી. પાકિસ્તાનનના આ પગલાંથી એર ઈન્ડિયાને આશરે 491 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.

જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજજો આપતી કલમ 370 રદ કરીને આ રાજ્યને બે કેન્દ્ર શાસિત પ્રદેશમાં વહેંચવાનું બિલ લોકસભા અને રાજ્યસભામાં પાસ થઈ ચુક્યા છે. તેમાં જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ નામથી બે અલગ-અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવાની વાત કરાઈ છે.

રાજ્યમાં આજથી ત્રણ દિવસ સુધી ધોધમાર વરસાદની આગાહી, આ વિસ્તારોમાં અપાયું રેડ એલર્ટ, જાણો વિગત

આજે ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પ્રથમ વન ડે, જાણો કેટલા વાગે કઈ ચેનલ પરથી થશે ટેલિકાસ્ટ