નોંધનીય છે કે આ પાર્ટીઓએ સરકારનો હિસ્સો નથી તેમ છતા તેમણે આ બિલને સમર્થન આપવાની જાહેરાત કરી છે. આ પાર્ટીઓ સિવાય શિવસેના, અકાલી દળ અને એનડીએના અન્ય સભ્યોએ આ બિલને સમર્થન આપ્યું છે અને મોદી સરકારના આ પગલાને ઐતિહાસિક ગણાવ્યું છે. બિહારમાં ભારતીય જનતા પાર્ટી સાથે સરકાર ચલાવી રહેલી જેડીયુએ આ ચર્ચા દરમિયાન રાજ્યસભામાંથી વોકઆઉટ કરી દીધું હતું. રાજ્યસભામા જેડીયુના 6 સાંસદ છે પરંતુ તે સંસદમાં સરકાર વિરુદ્ધ મત નહી આપે.
નોંધનીય છે કે મોદી સરકારે તાજેતરમાં જ રાજ્યસભામાં ટ્રિપલ તલાક બિલ, યુએપીએ બિલ, મોટર વ્હીકલ બિલ પાસ કરાવ્યુ હતું. એવામાં તેની સામે આ પ્રસ્તાવને પાસ કરાવવામાં કોઇ મુશ્કેલી આવશે નહીં. સાંસદમાં એનડીએ પાસે 104થી વધુ સાંસદોનું સમર્થન છે તે સિવાય વિપક્ષના અનેક સાંસદોએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે એવામાં બહુમતનો આંકડો ઓછો છે.