Supreme Court Hearing On Article 370:  જમ્મુ અને કાશ્મીરમાં બંધારણની કલમ 370 નાબૂદ કરવાને પડકારતી અરજીઓ પર મંગળવારે (11 જુલાઈ) સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. 5 મે, 2019 ના રોજ કેન્દ્રએ જમ્મુ અને કાશ્મીરના અગાઉના રાજ્યનો વિશેષ દરજ્જો રદ કર્યો અને તેને જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખના બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કર્યો હતો.






મંગળવારે ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડના નેતૃત્વમાં પાંચ જજોની બંધારણીય બેન્ચ સુનાવણી હાથ ધરશે. સુનાવણીના એક દિવસ પહેલા (10 જુલાઈએ), કેન્દ્રએ બંધારણની કલમ 370 નાબૂદ કરવાના બચાવમાં એક એફિડેવિટ દાખલ કરી હતી.


કેન્દ્રએ એફિડેવિટમાં શું કહ્યું?


કેન્દ્રએ સોમવારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે કલમ 370 નાબૂદ કર્યા પછી જમ્મુ અને કાશ્મીરના સમગ્ર ક્ષેત્રમાં "અભૂતપૂર્વ" શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ જોવા મળી છે. કેન્દ્રએ કહ્યું કે આતંકવાદીઓ અને અલગતાવાદી નેટવર્ક દ્વારા આચરવામાં આવતી હિંસા હવે ભૂતકાળની વાત છે.






પ્રદેશની વિશિષ્ટ સુરક્ષા પરિસ્થિતિનો ઉલ્લેખ કરતા કેન્દ્રએ જણાવ્યું હતું કે આતંકવાદી-અલગતાવાદી એજન્ડા સાથે સંકળાયેલી આયોજિત પથ્થરમારાની ઘટનાઓ 2018માં 1,767 થી ઘટીને 2023માં શૂન્ય થઈ ગઈ છે અને સુરક્ષાકર્મીઓની જાનહાનિની ઘટનાઓમાં 2018ની તુલનામાં 2022મા 65.9 ટકાનો ઘટાડો થયો હતો. કેન્દ્ર સરકારે દલીલ કરી હતી કે ઐતિહાસિક બંધારણીય પગલાથી પ્રદેશમાં અભૂતપૂર્વ પ્રગતિ, સુરક્ષા અને સ્થિરતા આવી છે, જે કલમ 370 લાગુ હતી ત્યારે ત્યાં નહોતી.






જમ્મુ અને કાશ્મીર - કેન્દ્રમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો


એફિડેવિટમાં કહેવામાં આવ્યું છે કે, “મે 2023માં શ્રીનગરમાં G20 ટુરિઝમ વર્કિંગ ગ્રુપની બેઠક ખીણમાં પર્યટન માટે એક ઐતિહાસિક અવસર હતો અને દેશે અલગતાવાદી પ્રદેશને એક એવા ક્ષેત્રમાં પરિવર્તિત કરવા માટેના તેના સંકલ્પને ગર્વથી દર્શાવ્યો હતો જ્યાં આંતરરાષ્ટ્રીય મહાનુભાવો આ બેઠક કરી શકે છે.


તેમાં કહેવામાં આવ્યું છે કે "સુધારેલ સુરક્ષા પરિદ્રશ્યમાં કેન્દ્ર શાસિત પ્રદેશમાં એક જાન્યુઆરી 2022થી 31 ડિસેમ્બર 2022 સુધીમાં  1.88 કરોડ પ્રવાસીઓ આવ્યા જે અત્યાર સુધીની સૌથી વધુ સંખ્યા છે


Join Our Official Telegram Channel:


https://t.me/abpasmitaofficial