નવી દિલ્હી: મોદી સરકાર દ્વારા જમ્મુ કાશ્મીરમાં ધારા 370 હટાવવાને લઈને ઉઠાવવામાં આવેલા ઐતિહાસિક પગલાનું દેશભરમાં સ્વાગત થઈ રહ્યું છે. સામાન્ય લોકોની સાથે સેલિબ્રિટીઓ પણ મોદી સકારના વખાણ કરી રહ્યા છે. જ્યારે કેટલાક એ નેતાઓ અને પાર્ટીઓને આડેહાથ લઈ રહ્યા છે, જેમણે ધારા 370 હટાવવાનો વિરોધ કર્યો હતો. કવિ કુમાર વિશ્વાસે ટ્વિટ કરતા સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું દરેક નાગરિકને અનુરોધ છે કે દશકો સુધી પડી રહેલા શસ્ત્રક્રિયા દરમિયાન દેશની સાથે રહો ! આ ઐતિહાસિક ક્ષણ છે.


ફિલ્મ નિર્માતા વિવેક રંજન અગનિહોત્રી ટ્વિટ કરતા લખ્યું, હું લાલ ચોક પર શ્યામા પ્રસાદ મુખર્જીની વિશાળ પ્રતિમા મૂકવાનો પ્રસ્તાવ કરૂ છું. એ વ્યક્તિ જેમણે કાશ્મીરની આઝાદી માટે પોતાનું જીવન આપ્યું.


ફિલ્મ નિર્માતા અશોક પંડિતે ટ્વિટ કરતા કહ્યું, એક દેશમાં બે વિધાન, બે પ્રધાન અને બે નિશાન ન હોઈ શકે.


ભાજપ સાંસદ અને ફિલ્મ અભિનેતા પરેશ રાવલે અલગાવવાદિયો પર તંજ કરતા એક સ્ક્રીન શોટ શેર કરતા કહ્યું, કાશ્મીરની ઘટનાઓને સબકા સાથે સબકા વિકાસ સાથે ન જોડો. આ સબકા ઈલાજ યોજના પણ હોઈ શકે છે.


સુરેંદ્ર પુનિયાએ ધારા 370 હટાવવાનો વિરોધ કરી રહેલાનો વિરોધ કરતા લખ્યું, ભારત એ રાજનેતા, પાર્ટીઓ, સાંસદોને ક્યારેય નથી ભૂલે અને માફ કરે જે સંસદમાં Article370 હટાવવાનો વિરોધ કરી રહ્યા છે.