નવી દિલ્હીઃ પુલવામાં હુમલા બાદ વિતેલા 24 કલાકની અંદર ભારત અને પાકિસ્તાનની વચ્ચે જારી તણાવ દરમિયાન કેન્દ્રી મંત્રી અરૂણ જેટલીએ કોઈપણ સ્થિતિનો સામનો કરવાને લઈને મોટું નિવેદન આપ્યું છે. ભારતીય સરહદની અંદર પાકિસ્તાની વાયુ સેનાએ બોમ્બ વર્ષા કર્યાના દાવાની વચ્ચે નાણાં મંત્રીએ કહ્યું કે, ભારત પણ પાકિસ્તાનની વિરૂદ્ધ અમેરિકા જેવું પગલું લઈ શકે છે. અરૂણ જેટલીએ કહ્યું કે, ‘જો અમેરિકા એબેટાબાદ જેવું ઓપરેશન કરી શકે છે તો ભારત પણ કરી શકે છે.’
તમને જણાવીએ કે, પાકિસ્તાનના એબેટાબાદમાં અમેરિકાએ આતંકી ઓસામા બિન લાદેનને ઠાર માર્યો હતો. જ્યારે ભારતે એબેટાબાદથી થોડે દૂર આવેલ બાલાકોટમાં કાર્રવાઈ કરી જૈશના કેમ્પ નષ્ઠ કર્યા છે. નાણામંત્રીના નિવેદનથી સ્પષ્ટ છે કે જૈશને તબાહ કરવા માટે એબેટાબાદ જેવા ઓપરેશન કરવાની દાકત અને ઈરાદા રાખીએ છીએ.