પાકિસ્તાની ફાઇટર જેટે જમ્મુ-કાશ્મીરમાં પુંછ અને રાજૌરીમાં બૉમ્બ ફેંક્યા: PTI
abpasmita.in | 27 Feb 2019 11:30 AM (IST)
નવી દિલ્હીઃ ભારતીય વાયુસેનીની એર સ્ટ્રાઇકને જવાબ આપતા પાકિસ્તાની વાયુ સેનાએ જમ્મુ-કાશ્મીરમાં બૉમ્બ ફેંક્યા હોવાના સમાચાર મળી રહ્યાં છે. ન્યૂઝ એજન્સી પીટીઆઇના હવાલાથી સમાચાર મળી રહ્યાં છે. પીટીઆઇના હવાલાથી મળેલી માહિતી અનુસાર, પાકિસ્તાની ફાઇટર જેટ ભારતીય વાયુસેનાની સીમમાં ઘૂસ્યા હતા, જમ્મુ-કાશ્મીરના નૌશેરા વિસ્તારમાં દેખાયા હતા. પાકિસ્તાની ફાઇટર જેટે ભારતીય સીમમાં ઘૂસીને પુંછ અને રાજૌરી સેક્ટરમાં બૉમ્બ ફેંક્યા હોવાના સમાચાર પીટીઆઇ તરફથી મળી રહ્યાં છે. જોકે, આ વાતની સરકાર તરફથી કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી.