હુમલો જે બાલાકોટ વિસ્તારમાં થયો છે ત્યાં માનશેરા જિલ્લામાં પડે છે. બાલાકોટમાં ભારતના મિરાજ 2000 લડાકુ વિમાનોએ આતંકી ઠેકાણાઓ પર બોમ્બમારો કર્યો હતો. જૈશે બહુ જ ખૂબસુરત વિસ્તારમાં પોતાનું ઠેકાણું બનાવ્યું હતું.
પરંતુ હુમલો થયો તેના સમાચાર સામે આવ્યા બાદ આ વાતને લઈને કંઝ્યુજન હતું કે કયા બાલાકોટમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. પરંતુ વાતમાં એ સ્પષ્ટ હતું કે હુમલો ખૈબર પખ્તૂનખ્વાહ વિસ્તારના બાલાકોટમાં થયો હતો.
બાલાકોટના આ વિસ્તાર 8 ઓક્ટોબર 2005માં આવેલા ભૂંકપમાં સંપૂર્ણ નાશ પામ્યો હતો. પરંતુ સઉદી પબ્લિક અસિસ્ટેંસ અને પાકિસ્તાનની સરકારના સહયોગથી આ વિસ્તાર ફરીથી ઊભો થયો હતો. બાલાકોટ સાથે જોડાયેલ એક વાત એ છે કે, રાની નીરજહાં કાશ્મીર જઈ રહ્યા હતા તે દરમિયાન બાલાકોટના ગઢી હબિબુલ્લાહ ખાન આ વિસ્તારમાંથી ગઈ હતી.
એવું કહેવામાં આવી રહ્યું છે કે, બાલાકોટમાં ઘણાં આતંકી ટ્રેનિંગ કેમ્પ ચાલી રહ્યા છે. જ્યારે ભારત તરફથી કરવામાં આવેલ કાર્યવાહી બાદ બાલાકોટ વિસ્તારને પાકિસ્તાની સેનાએ સંપૂર્ણ રીતે ઘેરી લીધો છે તેવું સુત્રો દ્વારા કહેવામાં આવી રહ્યું છે. પાકિસ્તાન હાલ ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવેલ એર સ્ટ્રાઈકના પુરાવા નષ્ટ કરી રહ્યું છે.