નવી દિલ્હીઃ અરુણાચલપ્રદેશમાં આજનો દિવસ રાજ્યના  રાજકીય સમીકરણો બદલી દે છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ અરુણાચલ પ્રદેશમાં કોગ્રેસના બાગી કાલિખો પુલની સરકાર હટ્યા બાદ આજે બપોરે અહીં બહુમતી સાબિત કરવાની છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ બહાલ થયેલા મુખ્યમંત્રી નબામ તુકીને બહુમત સાબિત કરવાની હતી. જોકે, તુકીએ મુખ્યમંત્રી તરીકે રાજીનામુ આપી દીધુ છે. પરંતુ કોગ્રેસના નજીકના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પેમા ખાંડૂને નવા મુખ્યમંત્રી બનાવવામાં આવે તેવી સંભાવના છે.


અરુણાચલ પ્રદેશના રાજ્યપાલ તથાગત રોય તરફથી તુકીને બહુમત સાબિત કરવાનું કહેવામાં આવ્યું હતું.  રાજ્યપાલના આ દેશ બાદ અરુણાચલની રાજધાની ઇટાનગરમાં વિધાનસભાની આસપાસ 144 કલમ લાગુ કરવામાં આવી છે. નોંધનીય છે કે આ અગાઉ સુપ્રીમ કોર્ટે અરુણાચલપ્રદેશની કોગ્રેસ સરકારને બહાલ કરવાનો આદેશ આપ્યો હતો.