પ્રેસ રિલીઝમાં કહેવાયુ છે કે હવે આઈડિયા યુઝરને 1જીબીથી ઓછા ડેટા પેકમાં 45 ટકા સુધી વધારે ડેટા મળશે. આઈડિયા 225 રૂપિયાની રેંજમાં 4G, 3G અને 2G ડેટા પેક આપે છે.
કંપનીના મુખ્ય માર્કેટિંગ અધિકારી શશિ શંકરે કહ્યું કે, અમે ઈચ્છીએ છીએ કે અમારા વાજબી દરનો લાભ દરેક વ્યક્તિને મળે. આશા છે કે આના કારણે એક નેટ ક્રાંતિ જોવા મળશે અને તેની અસર દેશના દરેક ક્ષેત્રમાં જોવા મળશે.
કંપનીએ જણાવ્યું છે કે પહેલા 19 રૂપિયાની કૂપનમાં 3 દિવસ સુધી 75 એમબી 2જી ડેટા મળતો હતો. નવા દર લાગુ થયા બાદ 110 એમબી ડેટા મળશે. એવું જ 4જી/3જી ડેટા પેકમાં પણ છે. 22 રૂપિયાનું ડેટા પેક ખરીદતા પહેલા 3 દિવસ માટે 65 એમબી ડેટા મળતો, હવે 90 એમબી ડેટા મળશે.