નવી દિલ્હી: સંસદમાં ચોમાસું સત્ર ચાલી રહ્યું છે. સત્ર દરમિયાન ભારત-ચીન સીમા વિવાદના મદ્દે રક્ષામંત્રી રાજનાથ સિંહના નિવેદન બાદ કૉંગ્રેસના સભ્યોએ સદનમાંથી વૉકઆઉટ કર્યું હતું. રાજનાથ સિંહના એક નિવેદન બાદ કૉંગ્રેસે કેટલાક પ્રશ્નોનો જવાબ માંગ્યો હતો. તેના પર લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું હતું કે, સદનમાં સહમતિ બની છે કે, જ્યારે કોઈ લોક મહત્વના વિષય પર મંત્રી દ્વારા નિવેદન આપવામાં આવે તો તેના પર કોઈ પ્રશ્ન પૂછવામાં ન આવે. એવામાં પ્રશ્નોના જવાબ નહીં આપવાના વિરોધમાં કૉંગ્રેસના સભ્યોએ સદનમાંથી વૉકઆઉટ કર્યું હતું.
લોકસભામાં કૉંગ્રેસના ઉપનેતા ગૌરવ ગોગોઈએ કહ્યું, “અમારા નેતા અધીર રંજન ચૌધીર અમારા સૈનિકો સાથે એકજૂટતાનો સંદેશ આપવા માંગતા હતા અને ચીનને કડક ચેતવણી આપવા માંગતા હતા, જેથી તે આપણા ધૈર્યની પરીક્ષા ન લે. દુર્ભાગ્યથી સરકારને લાગે છે કે, માત્ર તેઓ જ સેનાના સમર્થનમાં બોલી શકે છે. ”
રાજનાથ સિંહે કહ્યું હતું કે, રાજનાથ સિંહે કહ્યું કે, સરહદ વિવાદ એક ગંભીર મુદ્દો છે, તેનો ઉકેલ શાંતિપૂર્ણ વાતચીતથી નીકળશે. તેમણે કહ્યું કે, બન્ને દેશો વચ્ચે પોતાના સિદ્ધાંતો પર સહમતિ બની છે કે, બન્ને પક્ષોએ એલએસીનું સન્માન અને કડકાઈથી તેનું પાલન કરવું જોઈએ. કોઈ પણ પક્ષે યથાસ્થિતિનું ઉલ્લંઘનનો પ્રયાસ ન કરવો જોઈએ અને બન્ને પક્ષોને પણ તમામ સમજૂતીઓનું પાલન કરવું જોઈએ.
રાજનાથ સિંહના નિવેદન બાદ કૉંગ્રેસે લોકસભામાંથી કર્યું વૉકઆઉટ, સરકાર પર સાધ્યું નિશાન
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
15 Sep 2020 06:12 PM (IST)
ભારત-ચીન સીમા વિવાદના મદ્દે રક્ષામંત્રી રાજનાથ સિંહના નિવેદન બાદ કૉંગ્રેસના સભ્યોએ કેટલાક પ્રશ્નોનો જવાબ માંગ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -