નવી દિલ્હી: પાકિસ્તાન દ્વારા બેકડ્રોપમાં ખોટો નક્શો લગાવવા પર NSA અજીત ડોભાલે શંઘાઈ કોઑપરેશન ઑર્ગેનાઈઝેશન (SCO)ની નેશનલ સિક્યોરિટી એડવાઈઝર્સ (NSA)સ્તરની મીટિંગ છોડી દીધી હતી. વિદેશ મંત્રાલયે કહ્યું કે, SCOની બેઠકમાં પાકિસ્તાને ખોટો નક્સો બતાવવાનો પ્રયાસ કર્યો હતો. આ બેઠકના નિયમો અને યજમાન દેશ રશિયાન પરામર્શની કઠોર ઉપેક્ષા હતી..


વિદેશ મંત્રાલયે કહ્યું કે, ભારતીય પક્ષે યજમાન વિચાર-વિમર્શ બાદ વિરોધ સ્વરૂપે બેઠક છોડી દીધી હતી. ઉલ્લેખનીય છે કે, ઈમરાન ખાન સરકારે થોડા સમય પહેલા જ પાકિસ્તાનનો નવો નક્શો જાહેર કર્યો હતો.

નવા નક્શામાં પાકિસ્તાને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને પોતાનો વિસ્તાર ગણાવ્યો, એટલું જ નહીં નક્શામાં જૂનાગઢને પણ પાકિસ્તાનનો ભાગ ગણાવ્યો હતો. નક્શાને પાકિસ્તાને પોતાના બેકડ્રોપમાં લગાવ્યો હતો.