નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં માત્ર થોડા દિવસો બાકી છે અને આમ આદમી પાર્ટી એક્શન મોડમાં છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાની સરકારના 5 વર્ષના કામનો હિસાબ આપતા રિપોર્ટ કાર્ડ જાહેર કર્યું છે. આ રિપોર્ટ કાર્ડામં છેલ્લા 5 વર્ષમાં કેજરીવાલ સરકાર દરમિયાન કરવામાં આવેલા મુખ્ય 10 કામોને કેંદ્રિત કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું દિલ્હીનું બજેટ 31 હજાર કરોડથી વધારીને 60 હજાર કરોડ થયું છે.


અરવિંદ કેજરીવાલે પોતાના પાંચ વર્ષના કાર્યકાળમાં શીર્ષ ઉપલબદ્ધિઓ વચ્ચે સારી શિક્ષા, મફત સ્વાસ્થ્ય સુવિધાને પ્રમુખ ઉપલબદ્ધિઓમાં સ્થાન આપ્યું હતું. કેજરીવાલે કહ્યું હતું કે સારી શિક્ષા અને મફત સ્વાસ્થ્ય સુવિધા દિલ્હીમાં 5 વર્ષના કાર્યકાળમાં આમ આદમી પાર્ટી સરકારની શીર્ષ ઉપલબદ્ધિઓ માંથી એક છે.

અરવિંદ કેજરીવાલે કહ્યું, અમે જનતાના સેવક છીએ અને અમારી જવાબદારી છે કે અમે પોતાના પ્રદર્શનનો રિપોર્ટ કાર્ડ રજુ કરીએ. ગત ચૂંટણીમાં જે રીતે ઐતિહાસિક બહુમતી મળી હતી, અમે તે પ્રમાણે પાંચ વર્ષમાં તે પ્રકારે ઐતિહાસિક કામ કર્યા છે.

કેજરીવાલે કહ્યું, અમારી સરકારે શિક્ષણ પર સારું કામ કર્યું છે. અમે શિક્ષણનું બજેટ ત્રણ ગણું કર્યું છે. જ્યારે સરકાર બની ત્યારે 6600 કરોડનું બજેટ હતું પણ આજે 15600 કરોડનું બજેટ છે. અમારી સરકાર બન્યા પહેલા બધી સ્કૂલમાં 17000 ક્લાસ રુમ બન્યા હતા. આજે પાંચ વર્ષની અંદર અમે 20 હજાર બીજા નવા ક્લાસ રૂમ બનાવ્યા છે. સાથે આ વખતે દિલ્હીના 32 લાખ લોકોના લાઇટ બિલ શૂન્ય આવ્યા છે.