છ મંત્રીઓ પણ લેશે શપથ
કેજરીવાલની સાથે છ મંત્રીઓ પણ શપથ લેશે. જેમાં મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન, ગોપાલ રાય, કૈલાશ ગહલોત, ઈમરાન હુસૈન અને રાજેન્દ્ર ગૌતમ સામેલ છે. કેજરીવાલ બપોરે 12.15 કલાકે શપથ લેશે.
કેજરીવાલનું રામલીલા મેદાન સાથે કનેકશન
કેજરીવાલનું રામલીલા મેદાન સાથે ખાસ કનેકશન છે. અન્ના હજારેની સાથે ભ્રષ્ટાચાર સામે આંદોલન તેમણે આ મેદાનમાં જ કર્યુ હતું. આ પહેલા બે વખત તેમણે રામલીલા મેદાનમાં જ શપથ ગ્રહણ કર્યા હતા.
ટ્રાફિક કરાયો ડાઇવર્ટ
કેજરીવાલના શપથ ગ્રહણ સમારોહને ધ્યાનમાં રાખી રામલીલા મેદાન આસપાસના વિસ્તારના છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે. ખૂણે ખૂણા પર નજર રાખવામાં આવી રહી છે. શપથ ગ્રહણ સમારોહ માટે મલ્ટી લેયર સુરક્ષા વ્યવસ્થાનો પ્રબંધ છે. સવારે 8 થી બપોરે 2 વાગ્યા સુધી ટ્રાફિક ડાઇવર્ટ કરવામાં આવ્યો છે.
રામલીલા મેદાનમાં દિલ્હી પોલીસ અને સીઆરપીએફના 5 હજારથી વધારે જવાન સુરક્ષા તૈનાત રહેશે. દેખરેખ માટે ડ્રોનનો પણ ઉપયોગ લેવાશે. રામલીલા મેદાન પાસે 125 સીસીટીવીથી દેખરેખ રખાશે. એન્ટ્રી ગેટ પર મેટલ ડિટેક્ટરથી ચેકિંગ કરાશે.
ચૂંટણીમાં આપનો સપાટો
દિલ્હી વિધાનસભા ચૂંટણી 2020માં આમ આદમી પાર્ટીએ 70માંથી 62 સીટ જીતી હતી. ભાજપને માત્ર 8 બેઠક મળી હતી. જ્યારે કોંગ્રેસ સતત બીજી વખત ખાતું ખોલાવી શકી નહોતી. 2015માં આમ આદમી પાર્ટીએ 70માંથી 67 અને ભાજપે 3 બેઠક જીતી હતી.