Arvind Kejriwal Lucknow Rally: ઉત્તરપ્રદેશના લખનઉમાં દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે ભારતીય જનતા પાર્ટી અને સમાજવાદી પાર્ટી પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું અગાઉની સરકારોમાં એક સરકારે કબ્રસ્તાન બનાવ્યા તો બીજાએ ફક્ત સ્મશાન બનાવ્યા છે. મુખ્યમંત્રીએ લોકોને અપીલ કરતા કહ્યું કે અમને તક આપો, અમે સ્કૂલ અને હોસ્પિટલ બનાવીશું.
કેજરીવાલે કહ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં યોગી આદિત્યનાથની સરકારે ઉત્તર પ્રદેશમાં ફક્ત સ્મશાન ઘાટ બનાવ્યા છે અને મોટી સંખ્યામાં લોકોને ત્યાં પહોંચાડ્યા છે. કોરોના દરમિયાન સૌથી ખરાબ વ્યવસ્થા ઉત્તર પ્રદેશમાં હતી.
કેજરીવાલે કહ્યું કે 75 વર્ષોમાં રાજકીય પક્ષોએ જાણીજોઇને સરકારી સ્કૂલો સારી કરી નથી. આપણને ગરીબ બનાવી રાખ્યા જેથી આપણે મત બેન્ક બની રહીએ. આ ચાલશે નહીં. હું યોગી આદિત્યનાથને આમંત્રિત કરું છું કે દિલ્હીમાં આવે અને સ્કૂલો જોઇ લે. યોગીજીના કાર્યકાળમાં આઠ-આઠ કલાક વિજળી આવતી નથી. આગામી વખતે 12 કલાક વિજળી કપાયેલી રહેશે. અમે દિલ્હીમાં મફતમાં વિજળી આપીએ છીએ.
કેજરીવાલે કહ્યું કે આપણી સરકાર આવી તો તમામ વ્યક્તિને અયોધ્યા કે અજમેરના મફતમાં દર્શન કરાવીશું. ભાજપ વાળા અયોધ્યા જઇને મને ગાળો આપી રહ્યા છે.