હૈદરાબાદઃ દુનિયાનું બીજું સૌથી મોટું સ્ટેચ્યુ તૈયાર થઇ ગયું છે. મળતી જાણકારી અનુસાર હૈદરાબાદમાં સ્વામી રામાનુજાચાર્યની પ્રતિમા 100 કરોડના ખર્ચે તૈયાર કરાઇ રહી છે. આ પ્રતિમા માટે 1600 પાર્ટ્સ ચીનથી મંગાવવામાં આવ્યા છે. દુનિયાનું સૌથી મોટું સિટિંગ સ્ટેચ્યુ 302 ફૂટ હાઇટનું ગ્રેટ બુદ્ધા છે, જે થાઈલેન્ડમાં છે. બીજા નંબરે હવે ભારતમાં 216 ફૂટ ઊંચું સ્વામી રામાનુજાચાર્યનું સ્ટેચ્યુ હૈદરાબાદમાં સ્થાપિત થઈ ગયું છે. જોકે, રાજસ્થાનના નાથદ્વારામાં 351 ફૂટ ઊંચી શિવ મૂર્તિ પણ તૈયાર થઈ ગઈ છે, પરંતુ તેનું ઇનૉગરેશન માર્ચમાં છે, તેના પહેલાં ફેબ્રુઆરીમાં રામાનુજાચાર્યના સ્ટેચ્યુનું ઇનૉગરેશન પીએમ મોદી કરવા જઈ રહ્યા છે.આ સ્ટેચ્યુ સાથે 108 મંદિર પણ બનાવવામાં આવ્યાં છે. આ જગ્યાને સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી નામ આપવામાં આવ્યું છે.


સ્વામી રામાનુજાચાર્યની પ્રતિમાનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વર્ષે ફેબ્રુઆરીમાં કરશે. આ પ્રતિમાની સાથે 108 મંદિરનુ નિક્માણ કરવામાં આવ્યું છે. સાથે જ સ્વામી રામાનુજાચાર્યની એક નાની પ્રતિમા બનાવવામા આવી છે જેમાં 120 કિલો ગોલ્ડનો ઉપયોગ કરવામાં આવશે. 


સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટીને બનાવવામાં 18 મહિનાનો સમય લાગ્યો છે. મૂર્તિકારોએ અનેક ડિઝાઇન તૈયાર કરી અને તેના સ્ક્રેનિંગ કર્યા બાદ સૌથી બેસ્ટ મૂર્તિને વિશાળ રૂપ આપ્યું છે. આ પ્રતિમાની ઉંચાઇ 108 ફૂટ  છે જ્યારે પ્રતિમામાં લાગેલા ત્રિદંડમની ઉંચાઇ 138 ફૂટ છે. કુલ પ્રતિમાની ઉંચાઇ 216 ફૂટ છે. આચાર્ય રામાનુજાચાર્યની પ્રતિમામાં  5 કમળની પાંખડીઓ, 27 પદ્મ પીઠમ, 36 હાથી છે. જ્યારે પ્રતિમા સુધી પહોચવા માટે 108 પગથિયાં બનાવવામાં આવ્યા છે.


 


આ પણ વાંચો..........


CDS Bipin Rawat : બિપિન રાવતના હેલિકૉપ્ટર ક્રેશનું શું છે કારણ, સામે આવી મોટી જાણકારી


IPO 2022: આ વર્ષે આવશે અનેક આઇપીઓ, જાણો શું કહે છે એક્સપર્ટ


નવા વર્ષે OTT પર ધૂમ મચાવવા આવી રહી છે આ 16 મોટી ફિલ્મો, જાણો હૉટસ્ટારથી લઇને નેટફ્લિક્સ સુધીનુ લિસ્ટ..............


વર્ષ 2022માં આ રાશિના લોકો પર શનિ દેવની રહેશે કૃપા


UPI Payment: ઇન્ટરનેટ વિના કેવી રીતે કરશો UPIથી પૈસા ટ્રાન્સફર, આ છે આખી પ્રક્રિયા