નવી દિલ્હીઃ રિલાયન્સ કંપનીની એક જાહેરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર બતાવ્યા બાદ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે પ્રધાનમંત્રીની મજાક ઉડાવતા તેમને 'મિસ્ટર રિલાયન્સ' નામ આપ્યું. કેજરીવાલે પ્રધાનમંત્રી પર રિલાયન્સની નવી જિઓ સર્વિસ માચે ખુલ્લેઆમ પ્રાચર કરવાનો આરોપ લગાવ્યો.
એક દિવસ પહેલા જ મુકેશ અંબાણીના ગ્રુપે સમાચારપત્રમાં જાહેરાત આપી હતી જેમાં પ્રધાનમંત્રીનો ચેહરો જોવા મળતો હતો. ત્યાર બાદ જ મોદી પર કેજરીવાલ આ આકરો હુમલો સામે આવ્યો છે. મોદી પર આ હુમલાની સાથે કેજરીવાલે તેમને એ સલાહ આપી છે કે તે રિલાયન્સ માટે મોડેલિંગ કરતાં રહે.
કેજરીવાલે અનેક ટ્વીટ કરતાં કહ્યું કે, મોદીજા તમે રિલાયન્સની જાહેરાત માટે મોડેલિંગ કરતાં રહો. સમગ્ર દેશના મતદાર 2019માં તમને સબક શીખવાડશે. વડાપ્રધાન તરીકે મિસ્ટર રિલાયન્સ શું એ સાબિત કરવા માટે હવે કોઈ પૂરાવાના જરૂર છે કે મોદીજી અંબાણીના ખિસ્સામાં છે. દેશના પ્રધાનમંત્રી ખુલ્લેઆમ રિલાયન્સની પ્રોડક્ટનો પ્રચાર કરી રહ્યા છે.
આ જાહેરાત દ્વારા રિલાયન્સે જિઓ 4જી સર્વિસને મોદી સરકારની મુખ્ય ડિજિટલ ઇન્ડિયા પ્રોજેક્ટને સમર્પિત કર્યો. લોન્ચિંગ સમયે અંબાણીએ કહ્યું હતું કે, જિઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જિડિટલ ઇન્ડિયા સ્વપ્નને પૂર્ણ કરશે. ભારતને ડિજિટલ આકાંક્ષાઓ પૂરી કરવામાં તેમણે જિઓને એક ક્રાંતિકારી પગલું ગણાવ્યું હતું.