ગુજરાતમાં 2022ની વિધાનસભાની ચૂંટણી માટે દરેક પક્ષ અત્યારથી કામે લાગી ગયા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટીના નવા કાર્યાલયનું ઉદઘાટન કરવા માટે 14મી તારીખે અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે. એવામાં રાજ્યમાં મોટી રાજકીય ઊથલપાથલના સંકેત મળી રહ્યા છે.ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ અત્યારથી તૈયારીઓ આરંભી દીધી છે.
ગુજરાતના રાજકારણમાં નવા જૂનીનાં એંધાણ વર્તાઈ રહ્યાં છે. ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ અત્યારથી તૈયારીઓ આરંભી દીધી છે. અમદાવાદના નવરંગપુરામાં 14મી જૂને આમ આદમી પાર્ટીના નવા કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવશે, જેના ઉદઘાટન માટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત આવી રહ્યા છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું સવારે 10.20 કલાકે અમદાવાદમાં આગમન થશે. ત્યાર બાદ બપોરે તેઓ વલ્લભસદન ખાતે પ્રેસ-કોન્ફરન્સ કરશે.
ગઈકાલે જ ગુજરાત ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ ગુજરાતના 3 દિવસના પ્રવાસે આવ્યા છે. આગામી 15મી જૂને ભાજપની સંગઠનની બેઠક મળવાની છે. એ પહેલાં જ આજે પાટીદાર સમાજની મળેલી બેઠકમાં નરેશ પટેલે 'આપ'નું ભવિષ્ય ઉજ્જવળ હોવાનું નિવેદન આપ્યું હતું.
ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 84,332 નવા કેસ નોંધાયા છે. જ્યારે 1,21,311 લોકો કોરોનાથી સાજા થયા છે. દેશમાં 24 કલાકમાં અત્યાર સુધીના સૌથી વધુ 4002 લોકોના મોતથી ફફડાટ ફેલાયો છે.
- કુલ કેસઃ બે કરોડ 93 લાખ 59 હજાર 155
- કુલ ડિસ્ચાર્જઃ 2 કરોડ 79 લાખ 11 હજાર 384
- એક્ટિવ કેસઃ 10 લાખ 80 હજાર 690
- કુલ મૃત્યુઆંકઃ 3,67,081
દેશમાં 70 દિવસ બાદ કોરોનાના સૌથી ઓછા કેસ નોંધાયા છ. ભારતમાં સતત 30માં દિવસે કોરોના વાયરસના નવા મામલાથી રિકવરી વધારે થઈ છે. દેશભરમાં 24 કરોડ 96 લાખથી વધુ કોરોના વેક્સીન ડોઝ આપવામાં આવી ચુક્યા છે. ગઈકાલે 34 લાખ 33 હજાર લોકોને રસી અપાઈ હતી. અત્યાર સુધીમાં 37 કરોડ 62 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છ. ગઈકાલે 20 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.