ડોક્ટરોના મતે કેજરીવાલ છેલ્લા 40 વર્ષથી સતત કફને કારણે પરેશાન છે. મંગળવારના રોજ તેમનું ઓપરેશન કરવામાં આવ્યુ હતું. આ ઓપરેશનમાં તેમના ગળા અને મોંના ઉપરના હિસ્સાની બનાવટને યોગ્ય કરવામાં આવ્યુ હતું. આ કારણે જ્યારે પણ એલર્જી અથવા તો કોઇ કારણસર તેમની નાક બંધ થઇ જતી ત્યારે મોંઢાથી શ્વાસ લેવાને કારણે થોડા પ્રમાણમાં થૂક પણ તેમના એર પેસેજમાં જમા થઇ જતુ હતુ અને તે કફ બની જતુ હતું.
હોસ્પિટલના કહેવા પ્રમાણે, કેજરીવાલની જીભ માટે મોંઢામાં ઓછી જગ્યા હતી. જીભ તેના સામાન્ય આકારને કારણે મોટી થઇ ગઇ હતી જેને કારણે શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. ડોક્ટરોએ તેમને કેટલાક દિવસ સુધી ન બોલવાની સલાહ આપી હતી.