નવી દિલ્હીઃ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરલોજી (NIV)એ એક નવો ટેસ્ટ તૈયાર કર્યો છે. આ મોલેક્યુલર ટેસ્ટ દ્વારા તાવ આવ્યાના પાંચ દિવસમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયા થયા છે કે નહીં તે જાણી શકાશે. વર્લ્ડ સ્વાસ્થ્ય ઓર્ગેનાઈઝેશન દ્વારા માન્ય એક ટેસ્ટ કિટ પહેલાથી જ ઉપલબ્ધ છે જે કે બિલકુલ ચોક્કસ ઇમ્યૂનોગ્લોબિન M IgM ટેસ્ટિંગ કરીને ડેન્ગ્યુ છે કે નહીં તે જાણી શકાય છે. તેને અનેક એજન્સીઓને ઉપલબ્ધ કરાવવામાં પણ આવી છે. પરંતુ નવી ટેસ્ટ કિટથી ડેન્ગ્યુના કોઈપણ ચાર સીરોટાઈપ્સની ઓળખ કરવાની સાથે સાથે ચિકનગુનિયાની ઓળખ પણ લગાવી શકે છે. અધિકારીઓએ કહ્યું કે, NIVએ હાલમાં જ ઘણાં મોલેક્યુલર ટેસ્ટની શોધ કરી છે, જેનાથી કોઈપણ ડેન્ગ્યુ સીરોટાઈપના વાયરલ આરએનએ અને ચિકનગુનિયાની ઓળખ પણ લગાવી શકાય છે. આતાવ આવ્યાના પાંજ દિવસની અંદર ઇન્ફેક્શન છે કે નહીં તે જાણવા માટે ઉપયોગી છે.
ડેન્ગ્યુ વાયરસ ઇન્ફેક્શનની શરૂઆતમાં ઓળખ થાય તેના માટે ડેન્ગ્યુ વાયરસની ચોક્કસ અને સમયસર તપાસ ખૂબ જ જરૂરી છે. ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવી બીમારીઓના પ્રથમ સાત દિવસમાં સીરમમાં વાયરલ આરએનએની ઓળખ કરી શકાય છે. અને તેના માટે રિયલ ટાઈમ પોલમર્જ ચેન રિએક્શનને પ્રાથમિકતા આપવામાં આવે છે. હાલમાં એનેસએ એન્ટીજન ટેસ્ટ્સને રેપિડ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. જ્યાં મોટેભાગે પ્રયોગશાળામાં પોલીમર્જ ચેન રિએક્શન (PCR) ટેસ્ટ્સ કરવા માટે પૂરતું ફંડ નથી, ડેન્ગ્યુની શરૂઆતની તપાસ માટે એનએસ1 એન્ટીજન ટેસ્ટને વૈકલ્પિક રીતે તરીકે જોવામાં આવે છે. NIVના અધિકારીઓ અનુસાર દેશમાં ડેન્ગ્યુ વાયરસના તમામ 4 સીરોટાઈપ્સ ફેલાઈ રહ્યા છે.