સૈન્ય પ્રમુખ રાહિલને ‘થપ્પડ’થી ગુસ્સે ભરાયું PAK, બ્લોક કરી ઇન્ડિયા ટુડેની વેબસાઇટ
abpasmita.in | 15 Sep 2016 12:27 PM (IST)
નવી દિલ્લીઃ પાકિસ્તાને પોતાના સૈન્ય પ્રમુખ રાહિલ શરીફની એક કથિત અપમાનજનક તસવીર છાપવાને લઇને ઇન્ડિયા ટુડેની વેબસાઇટને બ્લોક કરી દીધી છે. અનેક ભાષાઓમાં છપાતા આ મેગેઝીનના અંગ્રેજી એડિશનના કવર પેજ પર રાહિલની એક તસવીર છાપી છે. આ તસવીરમાં રાહિલના ગાલ પર લાફો માર્યાનું નિશાન બતાવવામાં આવ્યું છે. પાકિસ્તાનમાં ઇન્ડિયા ટુડેની વેબસાઇટ પેજ ખોલવા પર એક વાક્ય જોવા મળે છે.. જેમાં લખવામાં આવ્યુ છે, કે તમે જે સાઇટ પર જવા માંગો છો તેનું કંન્ટેન્ટ પાકિસ્તાનમાં જોવા પર પ્રતિબંધ છે. આ વેબસાઇટ પર પહોંચી શકાય નહીં. માનવામાં આવી રહ્યુ છે કે પીટીએએ આ વેબસાઇટને બ્લોક કરવાના નિર્દેશ આપ્યા હતા.