આ પહેલા કાવ્યા નામની યુવતી 2019ના વર્ષમાં તેલંગાણાના જવાહર નગર મ્યુનિસિપલ કોર્પોરેશનની મેયર બની હતી. કાવ્યા 26 વર્ષે મેયર બનનારી દેશની સૌથી યુવા વ્યક્તિ હતી. આર્યાએ 21 વર્ષની ઉંમરમાં જ મેયર બનીને હવે કાવ્યાનો રેકોર્ડ તોડી નાખ્યો છે.
આર્યા હાલ બી.એસ.સીના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. આર્યા ઓલ સેન્ટ્સ કૉલેજ થિરુવંતપુરમ ખાતે અભ્યાસ કરે છે. આ સાથે તેણી બાલા સંઘમ સંસ્થાની પ્રમુખ પણ છે. આ ઉપરાંત તેણી સીપીએમની વિદ્યાર્થી પાંખ એસએફઆઈની સ્ટેટ ઓફિસર પણ છે. એટલું જ નહીં તે CPMની બ્રાંચ કમિટિ સભ્ય પણ છે. આર્યા એક ઇલેક્ટ્રિશિયલ રાજેન્દ્ર તેમજ એલઆઈસી એજન્ટ શ્રીલથાની દીકરી છે.
ચૂંટણીમાં જીત બાદ પાર્ટીએ આ વખતે એવું નક્કી કર્યું હતું કે જે વિજેતા સૌથી યુવા હશે તેને મેયર બનવાનો મોકો મળશે. મેયર તરીકે નામની જાહેરાત બાદ આર્યાએ જણાવ્યું હતું કે, "મને પાર્ટી તરફથી જે નવી જવાબદારી સોંપવામાં આવી છે તેનો હું સ્વીકાર કરું છું અને હું મારી જવાબદારી બહું સારી રીતે નિભાવીશ. આર્યા ઉપરાંત જમીલા શ્રીધરણ અને ગાયત્રી બાબુનું નામ પર મેયરપદની રેસમાં હતું. જોકે, પાર્ટીએ કાર્યકરો વચ્ચે સારો મેસેજ આપતા સૌથી યુવા વિજેતા ઉમેદવારની મેયર તરીકે પસંદગી કરી હતી.