Asad Ahmed Encounter: માફિયા અતીકના પુત્ર અસદ અને તેના સાથી ગુલામ મોહમ્મદને UP STF દ્વારા એન્કાઉન્ટરમાં ઠાર કરવામાં આવ્યા છે. તેની માતા અને પિતા બંને તેના અંતિમ સંસ્કારમાં સામેલ થવા માંગે છે, પરંતુ એક તરફ પિતા અતીક પોલીસ કસ્ટડીમાં છે અને બીજી તરફ માતા પોલીસથી ડરે છે. અસદની માતા શાઇસ્તા પરવીને ગુલામને અસદનો સાથ ન છોડવા કહ્યું હતું અને દરેક મુશ્કેલ ક્ષણમાં તેને સાથ આપવાનું વચન આપ્યું હતું.


અસદની માતા શાઇસ્તાએ કહ્યું હતું કે તે એક માસૂમ બાળક છે, તેની સાથે રહેજે અને તેને બહાર કાઢવામાં મદદ કરજે. માફિયા ડોન અતીકની પત્ની શાઈસ્તા પરવીન સાથે વાત કર્યા બાદ અસદને પોલીસથી બચાવવા માટે તેને ગલ્ફ કન્ટ્રી ભાગી જવા માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ પાસપોર્ટ અને અન્ય કારણોસર તે ભાગી શક્યો ન હતો. શાઇસ્તા પરવીન અને ભાઈ અશરફ પોલીસની નજરથી બચીને અસદને બચાવવા સતત પ્રયાસ કરી રહ્યા હતા.


અસદ નેપાળ ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો


જો કે, અસદ થોડા સમય માટે નેપાળ જવાની યોજના બનાવી રહ્યો હતો, પરંતુ એસટીએફની ટીમ ત્યાં પહેલેથી જ હતી. જેના કારણે તે છૂપી શક્યો નહોતો. અસદ અહમદને શનિવારે (15 એપ્રિલ)સુપુર્દ-એ-ખાક કરવામાં આવ્યો હતો. હાલમાં કસારી-મસારી કબ્રસ્તાન પાસે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.


શુક્રવારે (14 એપ્રિલ) એટીએસની ટીમે આતંકવાદી સંગઠનો અને આઈએસઆઈ સાથેના સંબંધોને લઈને અતિક અહમદની લાંબા સમય સુધી પૂછપરછ કરી હતી. એટીએસ અતિક દ્વારા પાકિસ્તાનમાંથી હથિયાર ખરીદવા સહિત અન્ય કેટલાક મુદ્દાઓ પર તપાસ કરી રહી છે.


Cyber Attack: હેકર્સના નિશાના પર 12,000 ભારતીય સરકારી વેબસાઈટ્સ, કેંદ્ર સરકારે જાહેર કર્યું એલર્ટ


Cyber Crime: ભારતની 12 હજાર સરકારી વેબસાઈટ ઈન્ડોનેશિયાના એક હેકર ગ્રુપના નિશાના પર છે. ભારતીય સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C) એ આ અંગે એલર્ટ જાહેર કર્યું છે. જારી કરાયેલી ચેતવણી અનુસાર  12,000 સરકારી વેબસાઇટ્સમાં કેન્દ્ર સરકાર અને વિવિધ રાજ્ય સરકારોની વેબસાઇટ્સ છે. આ વેબસાઈટ પર 'હેકટીવિસ્ટ ઈન્ડોનેશિયા' નામના ગ્રુપ દ્વારા નજર રાખવામાં આવી રહી છે.


જારી કરવામાં આવેલા એલર્ટ મુજબ હેકટીવીસ્ટ હેકિંગ ગ્રુપે ભારતીય વેબસાઈટની યાદી બનાવી છે. હેકર્સની યાદીમાં કુલ 12,000 સરકારી વેબસાઇટ્સ છે.  જેના વિશે ભારતની સંબંધિત સાયબર સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. તમામ એજન્સીઓ કેન્દ્ર અને રાજ્ય સરકારની પાંખોને એલર્ટ આપવામાં આવ્યું છે. જો કે ભારત સરકારની વેબસાઈટ 'અપડેટ' અને 'સક્ષમ' છે  જે આવા જોખમોનો સામનો કરી શકે છે.


રિપોર્ટમાં સરકારી અધિકારીઓને તેનાથી બચવાના ઉપાયો વિશે પણ જણાવવામાં આવ્યું છે. ભારતીય સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર વતી કહેવામાં આવ્યું છે કે સરકારી સંસ્થાઓમાં કામ કરતા કર્મચારીઓએ ધ્યાન રાખવું જોઈએ કે તેઓ સાયબર ક્રાઈમનો શિકાર ન બને. કોઈપણ પ્રકારના અજાણ્યા ઈમેલ અથવા લિંક પર ક્લિક કરવાનું ટાળો, જેથી કરીને વેબસાઈટની સુરક્ષાને આવા કોઈપણ હુમલાથી સુરક્ષિત કરી શકાય