મોદી સરકારે અબજોનો નફો કરતી સરકારી કંપની INDIAN OIL અદાણીને વેચી દીધી ? જાણો મોદી સરકારે શું કહ્યું ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 18 Feb 2021 10:55 AM (IST)
સોશિયલ મીડિયા પર ઈન્ડિયન ઓયલ કોર્પોરેશન લિમિટેડને ખાનગી કંપનીને વેચી દેવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
(ફાઈલ તસવીર)
નવી દિલ્હીઃ દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ભડકે બળી રહ્યા છે. રાજસ્થાનના શ્રીગંગાનગરમાં ભાવ 100 રૂપિયાને પાર કરી ગયો છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક ખબર વાયરલ થઈ છે. જેમાં ઈન્ડિયન ઓયલ કોર્પોરેશન લિમિટેડને ખાનગી કંપનીને વેચી દેવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જે બાદ ભારત સરકારે સ્પષ્ટતા કરવી પડી હતી. પીઆઈબી ફેક્ટ ચેકે ટ્વીટ કરીને લખ્યું, સોશિયલ મીડિયા પર ઈન્ડિયન ઓયલ કોર્પોરેશન લિમિટેડને ખાનગી કંપનીને વેચી દેવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. તસવીર ઈન્ડિયન ઓયલ-અદાણી ગેસ પ્રાઇવેટ લિમિટેડનું સંયુક્ત સાહસ હોવાનું દર્શાવી રહી છે. આ દાવો ખોટો છે. 2020માં ઈન્ડિયન ઓયલની રેવન્યૂ 4,84,362 કરોડ રૂપિયા હતી. કોરોનાને ફેલાતો અટકાવવા નાંખવામાં આવેલા લોકડાઉનના કારણે પરિવહન સેવાઓ બંધ રહેતા કંપનીને 3242 કરોડ રૂપિયાની ખોટ થઈ હતી. દેશમાં સતત 10મા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે. આજે પેટ્રોલના ભાવમાં 34 પૈસા અને ડીઝલના ભાવમાં 32 પૈસાનો વધારો થયો છે. જે બાદ દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 89.88 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 80.27 રૂપિયા પ્રતિ લીટર પહોંચ્યો છે. રાજસ્થાનના શ્રીનગરમાં પેટ્રોલનો ભાવ વધીને ૧૦૦ રૂપિયાને પાર થઈ ગયો થયો છે. પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. પીઆઈબી ફેક્ટ ચેકને કોઈ પણ શંકાસ્પદ સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો અથવા pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો. IPL 2021 Auction: દાવ પર લાગશે 291 ખેલાડીઓની કિસ્મત, બપોરે 3 વાગ્યાથી શરૂ થશે હરાજી Punjab Municipal Election Results 2021: ભાજપના સૂપડા સાફ, ગુરુદાસપુરમાં મળ્યા માત્ર 9 મત